Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 8
________________ ૨- બાહુબલી બાહુબલીએ યુદ્ધભૂમિમાં સંયમ અંગીકાર કર્યો. ભરતે અશ્રુભીની આંખે પુનઃ રાજ્યનો સ્વીકાર કરવા કાકલૂદી કરી. નથી જોઈતું મારે ચક્રીપણું, નથી જોઈતું આ રાજ્ય. ભાઈ ! ૯૮ ભાઈઓ તો પહેલા જ મને છોડી ગયા અને તું પણ ! પણ નહીં, બાહુબલી તો મૌન ધારણ કરીને કાયોત્સર્ગે સ્થિર થઇ ગયા. યુદ્ધના મેદાનમાં ૧૨ વર્ષથી લડતા બાહુબલીને ક્યાંથી આવ્યો આ વૈરાગ્ય? ક્યાંથી આવી આ દ્રઢતા ? ચક્રી ભરતે જ્યારે યુદ્ધનું કહેણ મોકલ્યું ત્યારે તો એ જ બાહુબલી બોલેલા કે “ શું ભરત ઘડીકમાં ભૂલી ગયો કે અમે ગંગાતીરે જ્યારે સાથે રમતા હતા ત્યારે મેં તેને ઉપાડી આકાશમાં ઉછાળેલો અને પૃથ્વી ઉપર પડતાં પહેલાં ઝીલી લીધેલો ? એ શું ભરત ભૂલી ગયો કે આવો તો મેં તને અનેક વખત હરાવ્યો છે?” ..... પછી તો સામસામી સેના ગોઠવાઈ. બાર વર્ષ પર્યંત ભયાનક યુદ્ધ ચાલ્યું. અનેક જીવોનો સંહાર થયો. શક્રેન્દ્રના વચને સંહાર અટકાવી, ભરત - બાહુબલી બે જ વચ્ચે યુદ્ધ થયું. તેમાં દ્રષ્ટિ-બાહુ-મુષ્ટિ-દંડ અને વચન એ પાંચે પ્રકારના “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [8]Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82