Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 6
________________ ઘટી ગયેલી જોઈ, મનોમન વિચારધારા પલટાઈ જાય છે. “શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે? તે મને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર ! હવે તો ભરતચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભૂષણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલક્ષ્મી, સ્ત્રી-પરિવાર, ભોગવિલાસ બધાનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂર્છારૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઇ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરત મુનિ. પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં ? એ પણ શણગાર ખંડમાં ? એ પણ ચક્રવર્તીપણામાં ? બસ, એક જ કારણ, “કારણ કે તે સાધુ હતા.” પૂર્વના ભવમાં “મહીધર” નામક રાજકુમાર, રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ ‘બાહુ મુનિના ભવમાં પણ 500 સાધુઓને વિશુદ્ધ “કારણ કે તે સાધુ હતા” [6] મુનિશ્રી દીપરત્નસાગરજીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82