Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 5
________________ ૧- ભરત ચક્રવર્તી શ્રી ઋષભદેવ ભગવંતના જ્યેષ્ઠ પુત્ર, ભરતભૂમિના સ્વામી, નિરવદ્ય સામ્રાજ્યના માલિક થયા. ચૌદ મહારત્નો, નવ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજવી, ૬૪ હજાર મનોહર સુંદરી, ૩૨-૩૨ પાત્રબદ્ધ ૩૨ હજાર નાટકો, ૩૬૦ રસોયા, ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ, ૭૨ હજાર પુરૂવર, ૩૨ હજાર જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ, ૮૪ હજાર પટ્ટણ, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મંડલ, ૨૦ હજાર આકર, ૬ હજાર ખેટક, ૧૪ હજાર સંવાહક, પ૬ અંતરોદક, ૪૯ હજાર કુરાજ્યો, વિનીતાનગરી અને સંપૂર્ણ ભરતક્ષેત્રનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તેવા ભરત ચક્રીએ ૬ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછું. એટલું સામ્રાજ્ય ભોગવ્યું. ખાવાપીવાના, મનોહર સ્ત્રીઓના અને રાજ્યલક્ષ્મીના અખૂટ ભોગો ભોગવી રહ્યા છે. પોતાના અરીસાભવનમાં એટલે કે શણગાર ગૃહમાં બેસીને શણગાર સજી રહ્યા છે. એવા સમયે તેમની એક આંગળીમાંથી અંગૂઠી સરી પડે છે. આંગળીની શોભા કંઈક “કારણ કે તે સાધુ હતા” [5] મુનિશ્રી દીપરત્નસાગરજીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82