Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 3
________________ કથામાં જ મૂળ સ્વરૂપે (3,50,00,000) ત્રણ કરોડ, પચાસ લાખ કથાનકો હતાં. પણ તેના ગુણાત્મક પાસાને વિચારીએ તો પરમાત્માએ આ આગમસૂત્રમાં કથાના માધ્યમથી વિભિન્ન સ્વરૂપે વૈરાગ્ય-બોધ આપવાના દ્રષ્ટિબિંદુથી જ આ કથાનકોનું વ્યાખ્યાન કરેલ હતું. છે. આ વિભિન્ન દ્રષ્ટિબિંદુમાંથી એક અભિનવ દ્રષ્ટિબિંદુ તે છે - કારણ કે તે સાધુ હતા.” એક વખત પણ સંયમજીવનનો સ્પર્શ પામેલ આત્મા ભવાંતરમાં તે સ્પર્શની ભીનાશથી વાસિત થઇ, તે સુગંધથી મઘમઘીત બની પોતાની સર્વોચ્ચ વિકાસકથાને હાંસલ કરવા કેટલો શક્તિમાન બની શકે છે ? તે બાબતની વિચારણા કરતાં આપણે થઇ શકીએ તેવા એકમાત્ર દ્રષ્ટિબિંદુથી આ “માઈલસ્ટોન” મૂક્યા છે. મોક્ષપ્રાપ્તિ એ આપણી યાત્રાનું લક્ષ્યસ્થાન છે. મોક્ષમાર્ગની ઈત્તર દિશા એ આપણી વર્તમાન સ્થિતિ છે અને મોક્ષમાર્ગે કદમ માંડી ચૂકેલા વટેમાર્ગ માટે આ “માઈલસ્ટોન એ યાત્રાનું અંતર દર્શાવતી પ્રતિભાઓ છે. - * * * * * * * * * * * * ક મ મ - “કારણ કે તે સાધુ હતા” [3] મુનિશ્રી દીપરત્નસાગરજીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 82