________________
એક દિવસ- એક અઠવાડિયુંએક માસ કે એક વર્ષ નહીં, પૂરા સાઈઠ હજાર વર્ષ સુધી. સાઈઠ-સાઈઠ હજાર વર્ષનો તપ પણ શેના માટે ? મારા રૂપ અને યૌવનનો મોહ ચક્રવર્તીને છે માટે ચારિત્ર લેવા રજા નથી આપતો ને ? તો ખત્મ કરી દો આ રૂપ-યૌવનને. ચારિત્રના માર્ગે વિઘ્નરૂપ બનતું શરીર ન જોઈએ. ન જોઈએ આ રૂપ, જે મને સંયમ અંગીકાર કરવામાં બાધારૂપ બની જાય છે.
ક્યાંથી આવ્યા આ પરિણામ? કે જે સ્ત્રીને રાફુખવૈભવ-લક્ષ્મી-ભોગ-વિલાસ-રિદ્ધિ અને ખુદ પોતાના શરીરની સ્પૃહાનો પણ ત્યાગ કરાવી દે? .....બસ, એક જ કારણ -
કારણ કે તે સાધુ હતા.” પૂર્વે પાંચમાં ભવમાં ગુણાકર નામે શ્રેષ્ઠીપુત્ર છે. તે ભવમાં ઉગ્ર તપસ્વી એવા ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરીને પ્રવજ્યા અંગીકાર કરેલી. સુંદર ચારિત્રપાલન કરીને અશ્રુત દેવલોકે ગયા.
ત્યાંથી વસેન તીર્થકરના પુત્રરત્નપણાને પામ્યા. મહાપીઠ' નામક આ પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. મહાપીઠના ભવમાં કરેલ અદભૂત તપશ્ચર્યાથી તપના અંતરાયકર્મોને ખપાવતા સુંદરીના ભાવમાં પણ ૬૦ હજાર વર્ષ સુધી
“કારણ કે તે સાધુ હતા”
[13]
મુનિશ્રી દીપરત્નસાગરજી