________________
અવિનયાદિ અપરાધને પણ અતિવાત્સલ્ય ભાવે નિભાવી અંત સુધી સંયમમાર્ગમાં આગળ વધવાની જે જે પ્રેરણા અને જે ઈરછાઓ વ્યક્ત કરી તેનું સ્મરણ કરતાં અમે ઋણમુકત થવાને જે પ્રયાસ કર્યો છે તે અંશ માત્ર જ છે.
છેવટે તેઓશ્રીને તીવ્ર અશાતાના ઉદયથી ગેંગલીક (Gengalic) નામને અસાધ્ય રોગ થતાં તેમને એક પગ વજશીલા સમાન અતિ ભારે બન્યા. અને પગને થોડો ભાગ શ્યામ બનતાં દાઝયા જેવા મોટા મોટા કોલા થતાં એક મહિના અસાધ્ય વેદના એવી અનુભવી કે દર્દને ભેગવનાર ગુરુદેવ જ જાણે આ વેદના કેવી છે ! ડોકટરના કહેવા પ્રમાણે હિંદુસ્તાનમાં આવા કેસો બે-ચાર જ બન્યા હશે. આવા રોગને સમભાવે સહન કરી પોતાની નિત્ય નિયમની તમામ ક્રિયાઓ ઉપર ધ્યાન રાખી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં આત્મભાવમાં નિશ્ચલ રહી પિતાની અંતિમ પળે પણ ચારિત્રમાં ઉદ્યત રહી પ્રસન્નતાપૂર્વક તીવ્ર અસાતવેદનીયને સમભાવે સહી આત્માના સ્વરૂપમાં ચિત્ત પરોવીને
સાસણો શપ નાલંબ સંબોએ પવિત્ર વાકયને જીવનમંત્ર બનાવો. એકત્વ ભાવનામા સ્થિર થઈ, સર્વ મમત્વભાવને ત્યજીને નમસ્કાર મહામંત્રને ધ્યાનમાં લીન રહી ૪૮ વર્ષનું નિર્મળ નિરતિચાર સંયમનું પાલન કરી છેવટે ગત હિ પ્રવં મૃત્યુ એ ન્યાયે કુદરતના સંકેત પ્રમાણે જન્મ અને મરણ અમદાવાદમાં જ થયા, વિ. સ. ૨૦૨૨ના વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તેઓશ્રીને આત્મા આ વિનશ્વર દેહને ત્યાગ કરી શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરવા વિશ્રાંતિરૂપે સ્વર્ગસ્થાનમાં સિધાવ્યા.
એટલું જ પર્યાપ્ત છે કે આ પ્રસંગે આપશ્રીના ગુણોનું યત્કિંચિત વર્ણન કરી અતીવ ગુરૂ ઋણમાંથી આંશિક મુક્ત થવાને આ નમ્ર પ્રયાસ માત્ર છે. અંતમાં એજ લખવાનું કે..
એ પરમોપકારી ગુરજીનાં ઉપકારને સ્મરણ કરતાં અમે એ ઈચ્છીએ છીએ કે તેઓને આત્મા ઉત્તરોત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતે અજરામર બને, અને અમને સર્વને પણ આરાધનામાં સહાય કરે. વંદન હો પરમ ઉપકારી ગુરૂદેવને !
લી. અમે છીએ આપશ્રીના ઉપકારના ઋણી
શિષ્યા-પ્રશિષ્યાઓ
પાછળથી આવેલી સહાયતા ૧૦૧ જ્યાબહેન રસિકલાલ ભાવનગર ૧૦ બાબુભાઈ ચુનીલાલ મહેતા અમદાવાદ ૧૦૧ રાગિનીબહેન ભરતકુમાર પાટણ