Book Title: Laghu Kshetra Samsas Granth
Author(s): Charitrashreeji
Publisher: Kumudchandra Jesingbhai Vora

View full book text
Previous | Next

Page 12
________________ પરોપકારી પ્રાતઃ સ્મરણીય પૂ. ગુરુણીશ્રી ચંપકશ્રીજી મ. સાહેબના જીવનને રંક પરિચય...! આ ક્ષેત્રસમાસના પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન એક અમારા તરણતારણ મહાન પરમોપકારી ગુરુદેવના સ્મરણાર્થે થયેલું હોઈ તેમને ટૂંક પરિચય આપવો તે અસ્થાને નહિ જ ગણાય એજ આશયથી પૂજ્યશ્રીના જીવનની કંઈક રૂપરેખા પ્રગટ કરીએ છીએ, અમારા ગુરુદેવ (ચંપકશ્રીજી મ.)નું જન્મ સ્થાન જૈનધર્મની રાજધાની સમાન અમદાવાદ (રાજનગર)ના રીચી રેડ વિભાગમાં પાડાપાળ નામે પ્રસિદ્ધ પિળ છે. તેઓશ્રીને જન્મ વીશા પોરવાડ જ્ઞાતિમાં વિ. સં. ૧૯૪૪નાં શ્રાવણ વદ ૧૪ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધુળીબેન હતું. તેમના પિતાશ્રી કે જે તે સમયે અંગ્રેજી ભાષા ઉપર ખૂબ કાબૂ ધરાવતા હતા. બેરીસ્ટર, સોલીસીટર કે એડક્ટને પણ શરમાવે તેવી અંગ્રેજી ભાષા બોલવાની તેમની છટા હતી, તેઓને ચાર દિકરા હતા. (૧) ચીમનભાઈ (૨) મણીભાઈ (૩) સારાભાઈ (૪) અમુભાઈ અને બે દીકરીઓ હતી. ચંપાબેન અને હીરાબેન. તેમાં સૌથી મોટા આ ચંપાબેન નાની વયથી જ ધર્મચિવાળા અને સંસાર વિરાગી હતા. પણ ભગાવલી કર્મના ઉદયે ૧૩ વર્ષની લઘુવયમાં જ લગ્ન થયું અને કર્મસંગે ૧૪ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ તેમના ધર્મસંસ્કારોને લીધે તેમનું મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં જોડાયું. એટલે પહપણુમાં જ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થસૂત્ર, વગેરે અર્થસહિત તથા સંસ્કૃતની બે બુક અને વ્યાકરણ વગેરેને ખૂબ સુંદર અભ્યાસ કર્યો હતે. “જ્ઞાની ૪ વિપત્તિઃએ પંક્તિ અનુસાર તેઓશ્રીની વિરાગ્ય ભાવના ઘણી જ પ્રબળ બની, પરંતુ તેવામાં જ તેમના માતુશ્રી સ્વર્ગસ્થ થવાથી ઘરની જવાબદારી તેના ઉપર આવી પડવાથી તેમના વડિલોએ સંયમની અનુમતિ ન આપી, તેથી તેઓ ધર્મારાધના કરતાં નિરૂપાયે સંસારમાં રહ્યા, પછી અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં પૂજ્યપાદ નવલશ્રીજી મ. ના પરિચયમાં આવતાં સંયમભાવના પ્રબલ બની એટલે સગાંસ્નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસાતીર્થની નિકટના જ “આદરજ' મુકામે જઈ વિ. સં. ૧૯૬૫ના માગસર સુદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓ સા. ચંપકશ્રીજી બન્યા અને પૂ. નવલશ્રીજી મહારાજના શિષ્ય બન્યા. પ્રવજ્યા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસમાં રહી વિનય અને નમ્રતાનું સેવન કરી પોતાની આત્મભાવનાને તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચેથી ભાવિત કરી સાધનાને ખૂબ જ વિકસાવી. નિરંતર શુભ ભાવથી વાસિત તેમની વૈરાગ્યમય જીવનચર્યાને જોઈને તેમના પિતાશ્રી ગોકળદાસભાઈને સંયમની ભાવના પ્રગટ થઈ એટલે તેમણે પણ વિ. સં. ૧૯૭૮ના આસો માસમાં ખંભાત મુકામે જઈ ઉપધાન તપ કરી, સંયમ ભાવનાને સાકાર કરી, દુઃખરૂપ દુઃખ ફલક દુઃખાનુબંધી સંસારની અસારતાને જાણી વિ. સં. ૧૯૭૯માં શાસન સમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સાહેબ પાસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સુભદ્રવિજ્યજી બન્યા. તેમની પ્રેરણાએ તેના નાના પુત્ર અમુભાઈને પણ દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઈ અને તેઓએ પણ તે સ્વીકારી. આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મ. સાહેબના પ્રશિષ્ય મુનિ શ્રી મોક્ષાનંદવિજયજી બન્યા, તેમજ ડોકટરની ડીગ્રીને પ્રાપ્ત કરેલા તેમના નાનાભાઈ ત્રિકમભાઈને અને તેમના ધર્મપત્ની રતનબેનને સજોડે સંયમ સ્વીકારવા ભાવના થઈ એટલે તેઓ પણ પૂ. નેમિસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 510