________________
મ. સાહેબના શિષ્ય મુનિ શ્રી રત્નપ્રભવિજયજી બન્યા અને રતનબેન સંયમ સ્વીકારી સા. રાજુલશ્રીજી બન્યા. ત્યારબાદ ત્રિકમલાલભાઈના પુત્રવધુ લીલાવતીબેન સાસુ-સસરાના જીવનની અનુમોદના કરતાં પોતાના જીવનને ધન્ય બનાવવા તેઓ પણ દીક્ષા સ્વીકારી સા. અરૂજા શ્રીજી બન્યા છે. હાલમાં તેઓ જ્ઞાન, ધ્યાન અને તેમની આરાધના કરવાપૂર્વક સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે.
ચંપકશ્રીજી મ. ના કુટુંબનું ઉપર્યુક્ત કથન વાંચી ચોક્કસ એમ થાય છે કે અનંતી પૂણ્યરાશી એકઠી થાય ત્યારે જ ભાગવતી પ્રવ્રજ્યા ઉદયમાં આવે છે. આ રીતે તેમના પિતૃપક્ષના કુટુંબમાંથી છ જણે દીક્ષા ગ્રહણ કરી, તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. પરંતુ સા. અરૂજાશ્રીજી મ. સિવાય પાંચે વ્યક્તિ સંયમની સુંદર આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.
આ પ્રસંગે અમારા પૂ. ચંપકશ્રીજી મ. સાહેબના આત્માના ગુણોનું વર્ણન કરવું તે ખૂબ જ ઉચિત અને યોગ્ય છે. ખરેખર ! તેઓશ્રીના જીવનમાં ત્યાગ-વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા. તેમણે રસનેન્દ્રિય ઉપર સારો કાબૂ મેળવ્યો હતો. દીક્ષા લઈને જ ચા-દૂધને સર્વથા ત્યાગ ! એટલે ત્યાગ ! દર્દ અસાધ્ય થાય ત્યારે ડોકટરો શરીરના કારણે દૂધ ઉપર જ રહેવા કહેતા છતાં પ્રતિજ્ઞામાં બાંધછોડ કરી જ નથી. તેઓશ્રીને ત્રીશ વર્ષ સુધી અશાતાદનીય કર્મના ઉદયે ગેસને, અલસર અને ડાયાબિટિશને વ્યાધિ રહ્યો હતો; છતાં તેઓશ્રીએ કદાપિ દવાને ઉપચાર કર્યો જ નથી. ના છૂટકે ફક્ત હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરતા હતા આવી. અડગતા અંતિમ સમય સુધી જાળવી હતી, શરીરની ગમે તેવી બિમારી હોય તેય શું ? જીવનમાં તેલ-બામને પણ ઉપયોગ કર્યો નથી.
પૂજ્યશ્રીએ સંયમજીવનમાં તીર્થયાત્રામાં ખૂબ જ ભાવલાસ સાથે સિધ્ધાચલજી, ગિરનારજી અને તાલધ્વજગિરિની નવાણું યાત્રા કરી હતી. વળી ઘણી ઘણી તપશ્ચર્યા સાથે શરીર ચાલતું હતું ત્યાં સુધી એકાસણુ અને એકાસણાની ઉપરનું પચ્ચક્ખાણ અવિરત ચાલુ જ હતું. પછી વૃદ્ધાવસ્થા થયા બાદ પરિસીનું પચ્ચકખાણ તે છોડવું જ નથી આ પ્રમાણે ધણી ઘણી ટેકની સાથે ભાષા પણું મધુર, અપ્રમત્ત દશા અને ક્રિયામાં સતત જાગૃતી રાખતા, જ્ઞાનયોગ ભક્તિયોગ અને ક્રિયાયોગને ત્રિવેણી સંગમ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થતો હતો. તેમની નિદ્રા પણ પરિમિત હતી. પાછલી રાત્રે વહેલા જામત થઈ નવસ્મરણ, ઋષિમંડલ, સ્વાધ્યાય અને જાપ વગેરેનું નિત્ય આરાધના કરતાં હતાં. આરાધના સાથે શિષ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણું આદર્શરૂપ હતું.
આ બધા જ ગુણો સાથે ઉદારતા અભુત હતી અને લઘુતા એક શણગાર હતા. તેઓશ્રીનું ભાવઔદાર્ય પણ અનુકરણીય હતું કે જે ચેડા પણ ઉપકારને ક્યારે પણ ભૂલતા નહીં. નાની વાતને પણ ક્ષણમાં સમજી કરવા યોગ્યની ઉપેક્ષા કરતા ન હતા. આ પ્રમાણે સદાને માટે તેમનું હૈયું ગુણાનુરાગથી જ પ્રસન્ન રહેતું. પૂજ્ય પ્રત્યે-પૂજ્યભાવ અને વિનય બહુમાન વગેરે પણ સુંદર હતા. નાનામાં નાની સાવી હોવા છતાં વાત્સલ્યને ઝરો એવો વહેતો કે તેમની પાસેથી ખસવાનું પણ મન ન થાય. આ તેમને પુણ્યપ્રકર્ષ ખૂબ અજબગજબને હતો.
વળી તેઓનું શરીર સ્વસ્થ હતું, ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચર્યા હતા, પછી શરીર જર્જરિત થતાં અમદાવાદ અને સાબરમતી વચ્ચે છેલ્લા ૨૫ વર્ષ વિહરી કેટલાક અને સર્વવિરતિ રૂ૫ ધર્મ અર્પણ કરાવી પોતાની ગુણસ્વાસના દ્વારા ચારિત્રપાત્ર ભાવુકે તૈયાર કર્યા છે. જેના પ્રતિકરૂપે તેઓશ્રીના પરિવારમાં આજે પણ પૂજ્ય ચારિત્રશ્રીજીમ તથા પૂજ્ય સરસ્વતિશ્રીજી મ. આદિ ૧૯ શિષ્યા-પ્રશિષ્યાઓ ચારિત્રગુણમાં આગળ વધી ક્ષમા આદિ યતિધર્મને ખીલવી ચારિત્ર યોગ્ય ક્રિયા રૂચિની અજોડ શ્રદ્ધા જગાવી મેક્ષ નગરીના પ્રયાસમાં આગળ વધી રહ્યા છે. ખરેખર ! આ ગુરુદેવે અમારા