________________
પોતાના અભ્યાસ અને બહોળા અનુભવને અનુસાર આ લખાણ જાણે પોતાનું જ હોય એમ માનીને ધ્યાનપૂર્વક સુધારેલ છે. કોઈ કોઈ સૂક્ષ્મ ચર્ચાઓમાં સમયનો સુંદર ભોગ આપીને ઉંડાણ લાવવા સહયોગ આપેલ છે. મહેસાણા પાઠશાળા કે જે સંસ્થાએ મારામાં અભ્યાસ તથા ધર્મસંસ્કારોનું પ્રથમથી સિંચન કરીને ધર્મનો પાયો રોપ્યો છે. તે સર્વેના ઉપકારોને આ સમયે સ્મૃતિગોચર કરીને આભાર માનું છું.
આ ગ્રંથનું વિવેચન તૈયાર કરી પ્રકાશિત કરવામાં પ્રથમથી જ સહયોગ આપી મને ઉત્સાહિત કરનાર પ. પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસજીશ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર તથા તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી સમ્યગ આગમાદિ શાસ્ત્રોના ઉદ્ધારનું ભગીરથકાર્ય કરતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટનો આ સમયે હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આ વિવેચનમાં જાણતાં-અજાણતાં છપસ્થતાના કારણે અનુપયોગદશાથી જે કંઈ જ્ઞાનીની વાણી વિરૂદ્ધ લખાઈ ગયું હોય તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. એ જ.
તથા પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ-કંપોઝ-બાઈન્ડીંગ વગેરે કરવા બદલ, તથા ભૂલો સુધારી સુધારીને અનેકવાર મુફ માગવા છતાં જેઓએ જરા પણ અપ્રસન્નતા દાખવી નથી એવા ભરત ગ્રાફીક્સના સંચાલક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈનો પણ આ સમયે આભાર માનું છું.
ક્ષતિ બદલ ક્ષમા યાચના છબસ્થતા તથા બીનઉપયોગદશાના કારણે આ વિવેચનમાં જે કંઈ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખાણ થઈ ગયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધે ક્ષમાયાચના કરવાપૂર્વક વાંચકવર્ગને વિનંતિ કરું છું કે મારી જે કોઈ ક્ષતિ આ વિવેચનમાં થઈ ગઈ હોય તે તુરત જણાવશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે. સુધારો સૂચવવા બદલ આપશ્રીનો અંતઃકરણ પૂર્વક હું આભાર માનીશ
૭૦૨, રામશા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯ ફોન. (૦૨૬૧) ૨૬૮૮૯૪૩.
એજ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org