Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ પૂ. જગચંદ્રસૂરિજી મ. ને ૧ દેવેન્દ્રસૂરિજી અને ૨. વિજયચંદ્રસૂરિજી એમ બે મુખ્ય શિષ્યો હતા. આ બન્ને મહાત્માઓએ ગુરુજીને ક્રિયોદ્ધાર કરવાકરાવવામાં ઘણો સહયોગ આપેલ છે. વિજયચંદ્રસૂરિજી પાછળથી શિથિલાચારીઓના દબાણમાં તણાઈ પણ ગયા હતા. વસ્તુપાલ-તેજપાલ મંત્રીશ્વરોએ “તપાગચ્છ” એવા નામાભિધાન પ્રસંગે આ ગુરુઓની ઘણી સેવા-ભક્તિ અને બહુમાન કર્યા હતાં. પૂ. દેવેન્દ્રસૂરિજી મ.સા.ના (૧) વિદ્યાનંદસૂરિજી અને (૨) ધર્મઘોષસૂરિજી એમ બે શિષ્યો હતા. કે જેઓનાં સંસારી નામો વીરધવલ અને ભીમસિંહ હતાં. પૂ. જગશ્ચંદ્રસૂરિજી મ.શ્રીએ મેવાડની રાજધાની “આઘાટ” નામના શહેરમાં મહારાજા જૈત્રસિંહની સભામાં બત્રીસ દિગંબર વાદીઓ સાથે વાત કરીને વિજય મેળવ્યો હતો. જેથી પ્રસન્ન થયેલા રાજાએ શ્રી જગચંદ્રસૂરિજીને “હીરલા” આવું બિરૂદ પણ આપ્યું હતું. ગ્રંથકર્તાની સાહિત્ય સેવા ગ્રંથકર્તાશ્રી દેવેન્દ્રસૂરિજીએ નીચેના ગ્રંથોની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે. ૧ શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ. ૬ સટીક ૧ થી ૫ નવા કર્મગ્રંથો. ૨ સિદ્ધપંચાશિકાવૃત્તિ. ૭ ધર્મરત્ન પ્રકરણ. બ્રહવૃત્તિ. ૩ સુદર્શન ચરિત્ર. ૮ ચૈત્યવંદન ભાષ્યાદિ ત્રણ ભાષ્ય. ૪ સિદ્ધદંડિકા. ૯ સિરિ ઉસહવદ્ધમાણ પ્રભુસ્તવન. પ-વન્દાવૃત્તિ. ૧૦ ચત્તારિ અદસદાય ગાથા વિવરણ. ' ગ્રંથકર્તાના બન્ને શિષ્યોએ પણ સારી એવી શાસ્ત્રરચના કરી છે. આ રીતે તે સમુદાય વિદ્યાવ્યસની, વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતો. ઉપકારીઓના આભારની સ્મૃતિ. આ વિવેચન પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.શ્રીના પ્રશિષ્ય પૂ.આ.શ્રી અભયશેખરસૂરીશ્વરજી મહારાજશ્રીએ હૃદયની અતિશય લાગણી પૂર્વક સાદ્યન્ત તપાસી આપેલ છે. તેઓશ્રીએ કેટલીક સૂચનાઓ પણ કરેલી. તે પ્રમાણે સુધારો પણ કરેલ છે. તથા અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ ઘણી ચીવટપૂર્વક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 512