Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ વિજયધર્મસૂરિજી મ. દ્વારા લખાયેલાં વિવેચનો વધારે પ્રસિદ્ધ છે. અત્યારે આ વિવેચનોના આધારે જ અધ્યયન-અધ્યાપન થાય છે. અમારૂં લખાયેલું આ વિવેચન પ્રકાશિત થવાની તૈયારીમાં હતું તે દરમ્યાન (૧) પૂ. આ.શ્રી અભયશેખરસૂરિજી મ.સા. (૨) પૂ. સાધ્વીજી મ.શ્રી રમ્યરેણુશ્રીજી મ. સા. અને (૩) પંડિતરત્ન શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતા. આમ ત્રણ લેખકો દ્વારા લખાયેલાં જુદાં જુદાં ત્રણ વિવેચનો હમણાં જ (વિ.સં.૨૦૫૮ માં જ) પ્રકાશિત થયાં છે. તેથી “શતક'નામના પાંચમા કર્મગ્રંથ ઉપર અત્યારે જુદા જુદા વિવેચકો તરફથી લખાયેલ વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. આ વિવેચન લખવામાં લીધેલો આધાર આ વિવેચન લખવામાં મુખ્યત્વે સ્વોપજ્ઞ ટીકાનો જ અતિશય સહારો લીધેલ છે. તથા પંચસંગ્રહ-કમ્મપડિ- છઠ્ઠો કર્મગ્રંથ, આ ત્રણ ગ્રંથોની ટીકાનો પણ ખાસ આધાર લીધેલ છે. કોઈક કોઈક સ્થાને મહેસાણા પાઠશાળા અને પૂ. ધર્મસૂરિજી મ.સા. દ્વારા લખાયેલ ગુજરાતી વિવેચનોનો પણ આધાર લીધેલ છે. આ બધા લેખકોને આ સમયે અંત:કરણપૂર્વક આભાર માનું છું. આ વિવેચનમાં મૂળગાથાઓ સ્વપજ્ઞટીકાના આધારે લીધેલી છે. જેથી પ્રચલિત સ્વાધ્યાયના ગ્રંથોમાં કોઈક કોઈક સ્થળે પાઠભેદ જણાય છે. ક્યારેક પ્રસિદ્ધ પાઠનો પણ આધાર લીધેલ છે. ગ્રંથકર્તાનો પરિચય આ ગ્રંથના કર્તા પૂજ્ય દેવેન્દ્રસૂરિજી મ.શ્રી પૂજ્ય શ્રી જગચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય હતા. શ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજા પહેલાં વૃદ્ધગચ્છીય હતા. તેઓ આયંબિલનો બહુ તપ કરતા. તેથી તેઓના તપથી આકર્ષાયેલા ચિત્તોડના મહારાજા જૈત્રસિંહે તેઓને “તપા” એવું બિરૂદ આપ્યું હતું. ત્યારથી આ ગચ્છ વૃદ્ધગચ્છને બદલે “તપાગચ્છ” આવા નામથી પ્રસિદ્ધ થયો. તેઓશ્રી તપાગચ્છના આઘાચાર્ય બન્યા. ગ્રંથકર્તા તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જન્મ્યા અને ચૌદમી શતાબ્દીના પ્રારંભમાં સ્વર્ગવાસી થયા હોય એમ લાગે છે. કારણ કે “ગુર્નાવલી'' નામના ગ્રંથમાં ૧૩૨૭માં તેઓના સ્વર્ગવાસનો ઉલ્લેખ મળે છે. જન્મ-દીક્ષા અને સૂરિપદના સમયનો ઉલ્લેખ મળતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 512