Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અનુભવું છું. ઠેકાણે ઠેકાણે શક્ય બને તેટલી વધારે સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે. અને તેથી જ ધાર્યા કરતાં પુસ્તકનું દળ કંઈક મોટું થઈ ગયું છે.
શતકમાં આવતો વિષય શતક નામના આ પાંચમા કર્મગ્રંથમાં ૧૨૦-૧૨૨-૧૪૮ પ્રકૃતિઓ ઉપર અનુક્રમે ધ્રુવબંધ, ધ્રુવોદય, ધ્રુવસત્તા વગેરે પ્રતિપક્ષ સહિત ૧૨ દ્વારા પ્રથમ સમજાવ્યાં છે. ત્યારબાદ જીવવિપાક, ક્ષેત્રવિપાક, ભવવિપાક અને પુદ્ગલવિપાક સમજાવી પ્રકૃતિબંધમાં ભૂયસ્કારબંધાદિ ચાર પ્રકારના બંધાદિ સમજાવ્યા છે. તથા મૂલ-ઉત્તર કર્મ પ્રકૃતિઓના જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને અબાધાકાળ સમજાવ્યો છે.
તથા પ્રસંગાનુસાર એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિય-અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જઘન્ય-ઉત્કૃષ્ટ કેટલો સ્થિતિબંધ કરે? તે સમજાવી, સ્થિતિબંધના સ્વામી, સ્થિતિબંધના સાદ્યાદિ ભાંગા, તથા ૩૬ બોલનું અલ્પબદુત્વ કહેલ છે. ત્યારબાદ સ્થિતિબંધના પ્રસંગમાં યોગનું અલ્પબદુત્વ કહીને ઉત્તર પ્રવૃતિઓનો અબંધકાળ અને સતતબંધ સમજાવવામાં આવ્યો છે.
રસબંધમાં વર્ગણા-સ્પર્ધકો, જઘન્ય-ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી, પ્રદેશબંધમાં આઠ ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓ, મૂળ-ઉત્તર કર્મપ્રકૃતિઓમાં હીનાધિકપણે કર્મદલિતોની વહેંચણી, કર્મ ખપાવવા ૧૧ ગુણશ્રેણીઓ, ગુણસ્થાનકોનો જઘન્યઉત્કૃષ્ટ વિરહકાળ, ત્રણ પ્રકારનાં પલ્યોપમ તથા સાગરોપમ, ચાર અને આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્ત સમજાવીને જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી, તથા સાદ્યાદિ ભાંગા સમજાવવામાં આવ્યા છે.
- ત્યારબાદ ૭ બોલનું અલ્પબદુત્વ, ઘનીકૃત ચૌદ રાજલોક, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી ઈત્યાદિ દ્વારા સંક્ષેપમાં સમજાવ્યાં છે.
કર્મગ્રંથો ઉપર લખાયેલ સાહિત્ય આ બધા જ કર્મગ્રંથો ઉપર સ્વપજ્ઞ ટીકા, તથા હિન્દી ગુજરાતી ભાષામાં અનેક વિવેચકોનાં વિવેચનો લખાયેલાં જોવા મળે છે. શતક નામના પાંચમા કર્મગ્રંથ ઉપર ૧ પંડિત સુખલાલજીર મહેસાણા પાઠશાલા, ૩ પૂ. આ.મ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 512