Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ કર્મની રચનાનું વર્ણન કર્મ એ કાર્મણવર્ગણાના પુદ્ગલદ્રવ્યોનું બનેલું છે. અત્યન્ત સૂક્ષ્મ રજકણોથી પણ અતિશય સૂક્ષ્મ છે. અને તેથી જ દ્રષ્ટિથી અગોચર છે. ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને વ્યાપકપણે આ કામણવર્ગણા ભરેલી છે. સંસારી જીવો પોતાની અવગાહનાવાળા ક્ષેત્રમાં રહેલી જ કાર્મણવર્ગણાને ગ્રહણ કરીને કર્મ રૂપે બનાવે છે. કર્મ રૂપે રૂપાન્તર થયા પછી આત્માની સાથે લોહ-અગ્નિની જેમ એકમેક થઈને ત્યાં સુધી રહી શકે છે કે જ્યાં સુધી પોતાનો નિયત ફળવિપાક ન આપે. આ કર્મના વિષયને વિસ્તારથી સમજાવતા અનેક અનેક ગ્રંથો પૂર્વકાલીન મહાપુરુષોએ બનાવ્યા છે. દ્વાદશાંગીમાં બારમા અંગમાં આવેલા ચૌદ પૂર્વો પૈકીના “અગ્રાયણી”નામના બીજા પૂર્વમાં આ કર્મવિષયનો ઘણો વિસ્તાર છે. તેનો આધાર લઈને પૂ.આ.શ્રી શિવશર્મસૂરિજી મ.શ્રીએ કમ્મપડિ, અને પૂચંદ્રષિમહત્તરાચાર્ય પંચસંગ્રહ આદિ અનેક ગ્રંથોની રચના કરેલી શ્વેતાંબરાન્ઝાયમાં દેખાય છે. તથા દિગંબરાસ્નાયમાં પણ સિદ્ધાન્તચક્રવર્તી આચાર્યશ્રી નેમિચંદ્રજી કૃત ગોમટસાર અને ભૂતબલીકૃત પખંડાગમ આદિ મહાગ્રંથો દ્રષ્ટિગોચર થાય છે. અભ્યાસ માટે કઠીન અને દુર્બોધ એવા આ ગ્રંથોમાં પ્રવેશ કરાવવા માટે પૂર્વાચાર્યોએ કર્મગ્રંથોની પણ રચના કરેલી છે. જેની “પ્રાચીન કર્મગ્રંથ” તરીકે આજે પ્રસિદ્ધિ છે. આ પ્રાચીન કર્મગ્રંથોનો તથા તેના ઉપર લખાયેલી ટીકાઓ તથા વિવેચનોનો આધાર લઈને પૂ. આ.મ.શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ પણ ૧ થી ૫ કર્મગ્રંથો બનાવ્યા છે આ કર્મગ્રંથો "નવીન કર્મગ્રંથો” કહેવાય છે. પ્રાચીન કર્મગ્રંથોની ગાથાઓની રચના કંઈક કઠીન, ગૂઢાર્થવાળી, અને વિદ્રોગ્ય છે. જ્યારે નવીન કર્મગ્રંથોની રચના સરળ, પ્રસિદ્ધાર્થવાળી અને વાંચતાં જ અર્ધા અર્ધા અર્થો સમજાઈ જાય તેવી બાલભોગ્ય ભાષાયુક્ત છે. નવીન કર્મગ્રંથોની વિશેષતા નવીન કર્મગ્રંથોમાં પ્રાચીન કર્મગ્રંથોના લગભગ તમામ વિષયોને સરળભાષાથી સંકલિત કર્યા છે. તદુપરાંત કેટલાક અધિકવિષયોનો પણ સમાવેશ કર્યો છે. જેમ કે ચોથા કર્મગ્રંથમાં પાંચ ભાવોનું સ્વરૂપ, સંખ્યાતાદિનું સ્વરૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 512