Book Title: Karmagrantha Part 5 Shataka Nama Author(s): Devendrasuri, Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ પાંચમા કર્મગ્રંથમાં ત્રણ પ્રકારના પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ, ચાર પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું સ્વરૂપ વગેરે આવશ્યક એવા બીજા કેટલાક વિષયોનો પણ સંગ્રહ કર્યો છે. વધારે વિષયોનો સંગ્રહ કરવા છતાં ગાથાઓની સંખ્યા પ્રાચીન કર્મગ્રંથો કરતાં ઓછી અથવા સમાન રાખી છે. પ્રાચીન કર્મગ્રંથોમાં અનુક્રમે ૧૬૮-૫૭પ૪-૮૬-૧૦૨ગાથાઓ છે. જ્યારે નવીન કર્મગ્રંથોમાં ૬૧-૩૫-૨૫-૮૬-૧૦૦ ગાથાઓ છે. નવીન કર્મગ્રંથો ઉપર રોપા ટીકા નવીન કર્મગ્રંથો ઉપર ગ્રંથકર્તાએ પોતે જ તેના સરળ રીતે અર્થો સમજાવવા માટે સંસ્કૃત ભાષામાં ગદ્યપદ્ધતિએ “સ્વપજ્ઞ ટીકા” બનાવી છે. આ સ્વપજ્ઞ ટીકામાં વિશેષાવશ્યકભાષ્ય, કમ્મપયડ, પંચસંગ્રહ, તથા અનેક આગમપાઠોના અનેક સ્થળે સાક્ષી પાઠો આપ્યા છે. સરળ, સુબોધ અને સ્વોપજ્ઞટીકા યુક્ત હોવાથી આ નવીનકર્મગ્રંથો જૈન સમાજમાં વધારે પઠન-પાઠનનો વિષય બન્યા છે. અપૂર્વ સંગ્રહાત્મક રચના સ્વરૂપે ગ્રંથકર્તા મહર્ષિના આગમ-જ્ઞાનની પ્રતિભાનો તેમાં સાક્ષાત્કાર થાય છે. ત્રીજા કર્મગ્રંથની ટીકા અપ્રાપ્ય હોવાના કારણે કોઈ જ્ઞાની ગીતાર્થ પૂર્વાચાર્યે સ્થાનની અશૂન્યતા માટે તે ત્રીજા કર્મગ્રંથ ઉપર “અવચૂરિ રચી છે.” પાંચમા કર્મગ્રંથની ગાથા ૨૧મીના અવતરણમાં કહ્યું છે કે - मार्गणास्थानान्याश्रित्य पुनः स्वोपज्ञबन्धस्वामित्वटीकायां विस्तरेण निरुपितस्तत अवधारणीय इति । તથા ત્રીજા કર્મગ્રંથની અવસૂરિના અંતે કહ્યું છે કે-પતથરીવાડभूत्, परं क्वापि न साऽऽप्यते । स्थानस्याशून्यताहेतोरतोऽलेख्यवचूरिका ।। ગુજરાતી સરળ ભાષાનાર પૂ. દેવેન્દ્રસૂરિજીના બનાવેલા પાંચ નવીન કર્મગ્રંથો પૈકી ૧ થી ૪ કર્મગ્રંથોનું સરળ ગુજરાતી વિવેચન તૈયાર કરીને પ્રકાશિત કરી ચતુર્વિધ શ્રી સંઘના કરકમળમાં સમર્પિત કરેલ છે. અને હવે આ પંચમ કર્મગ્રંથનું ભાષાન્તર તૈયાર કરીને શ્રી સંઘના કરકમલમાં સમર્પિત કરતાં ઘણો જ આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 512