Book Title: Karmagrantha Part 5 Shataka Nama Author(s): Devendrasuri, Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ દાપ્રાથના * ઢાડી રહ્યા આ વિશ્વમાં “જડ અને ચેતન” આમ મુખ્ય બે પદાર્થો દ્રષ્ટિગોચર થાય છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ એમ બીજાં પણ ચાર દ્રવ્યો છે. પરંતુ તે દ્રવ્યો અમૂર્ત હોવાથી કેવલજ્ઞાનીના જ પ્રત્યક્ષનો - વિષય છે. છાબસ્થિમજ્ઞાનવાળાઓ માટે તો તે ચાર દ્રવ્યો અનુમાનગ્રાહ્ય અને આગમગ્રાહ્ય જ રહે છે. જ્યારે જડ અને ચેતનદ્રવ્ય સર્વવ્યક્તિઓને ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ અનુભવગમ્ય છે. તેથી જડ (પુદ્ગલ) અને ચેતનદ્રવ્ય સ્વીકારવામાં કોઈનો પણ માન્યતાભેદ જણાતો નથી. | સર્વે પણ ચેતનદ્રવ્યો સત્તાગતરીતે સિદ્ધપરમાત્માની જેમ અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર અને વીર્ય આદિ અનંતગુણોથી યુક્ત, શુદ્ધ, બુદ્ધ, નિરંજન-નિરાકાર હોવા છતાં, તે ગુણો ઉપર અનાદિકાળથી લાગેલાં, અને પ્રતિસમયે નવાં નવાં બંધાતાં કર્મવાદળોના ઘેરાવાથી સર્વે સંસારી જીવોમાં સુખી-દુઃખી, રાજા-રંક, રોગીનિરોગી, વગેરે અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર ઘટનાઓ દેખાય છે. જૈન દર્શનકારો જેને કર્મ કહે છે. તેને જ અન્યદર્શનકારો અવિદ્યા, પ્રકૃતિ, પ્રારબ્ધ, ભાગ્ય, વગેરે શબ્દોથી ઘોષિત કરે છે. પરંતુ વાસ્તવિકપણે સર્વે દર્શનકારોને સંસારી જીવોની ચિત્ર-વિચિત્રતાના મૂળ કારણભૂત આવા પ્રકારનું કોઈ તત્ત્વ માનવું જ પડે છે. આ જગત “ઈશ્વરકર્તૃક” છે આવું માનનારાઓની માન્યતા પણ દોષિત જ ઠરે છે કારણ કે તેઓ જો ઈશ્વરને રાગ-દ્વેષી માને તો સંસારી સામાન્ય જીવથી તે કોઈ વિશિષ્ટ વ્યક્તિ (ભિન્ન વ્યક્તિ) રહેતી નથી. અને જો ઈશ્વરને વીતરાગ માને તો વીતરાગને જગતના જીવો જન્મ-મરણ-રોગ-શોકાદિની પીડા પામે એવી રચના કરવાનું પ્રયોજન સંભવતું નથી. લીલામાત્રથી રચના કરી છે. એમ માનીએ નો વીતરાગને લીલા કેમ હોય? ઈત્યાદિ યુક્તિઓથી ઇશ્વરકર્તકે જગતની માન્યતા ત્યજી દેવી પડે છે. અને અન્ને કર્મવાદ સ્વીકારવો જ પડે છે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 512