Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ બે બોલા આ કર્મનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં ખૂબ જ સારી રીતે સમજાવેલ છે. તેમાં પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજાએ પ્રાચીન કર્મગ્રંથોને અનુસાર નવીન પાંચ કર્મગ્રંથની રચના કરી છે તેનું અધ્યયન-અધ્યાપન સંઘમાં વધુ પ્રસિદ્ધ છે. આ પાંચે કર્મગ્રંથો ઉપર સંસ્કૃત ટીકાઓ અને તેના આધારે ટબાઓ અને ગુજરાતી વિવેચનો પણ ઉપલબ્ધ છે. પરંતુ ભાષાની અજ્ઞતા અને કિલષ્ટતાના કારણે તેનો વ્યવસ્થિત બોધ સુગમ ન હતો. તેથી ઘણા જિજ્ઞાસુઓને આ કર્મગ્રંથો ઉપર સરળ ગુજરાતી ભાષામાં વિવેચન લખાય એવી ઝંખના હતી. આજીવન શિક્ષણના વ્યવસાયને વરેલા પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઇએ આ વિવેચન લખવાની શરૂઆત કરી અને આજ સુધીમાં ૧થી૩ કર્મગ્રંથોનું સુંદર ગુજરાતી વિવેચન લખી પ્રસિદ્ધ કરેલ છે. જે શ્રી સંઘમાં આદરપાત્ર બનેલ છે. આ કર્મગ્રંથો મુદ્રિત થયા બાદ બે વર્ષના લાંબા ગાળે પણ પડશીતિનામા ચતુર્થ કર્મગ્રંથનું વિવેચન પ્રકાશિત થઈ રહેલ છે. આ કર્મગ્રંથનું વિવેચન સાઘન્ત મેં તપાસ્યું છે. ભિન્ન જણાતી કાર્મગ્રંથિક અને સૈદ્ધાત્તિક પદાર્થોની કેટલીક પ્રરૂપણાઓ એ કોઈ મતાન્તર નથી પણ અપેક્ષા વિશેષ છે. એ વાત બહુ સરલ ભાષામાં સમજાવેલ છે. તો મિથ્યાત્વાદિ ગુણસ્થાનકોમાં બંધહેતુઓના એક જીવ આશ્રયી થતા વિકલ્પો અને સંખ્યાતાદિનું સ્વરૂપ ખૂબ સુંદર શૈલિથી સમજાવી કર્મગ્રંથને સરળ બનાવવા સુ-પ્રયત્ન કર્યો છે. સદા અધ્યયન-અધ્યાપનસંગી, સ્વભાવે સરળ, પ્રકૃતિએ કર્મઠ પં. શ્રી ધીરૂભાઈ એક સારા અધ્યાપક તો છે જ, વધારામાં છેલ્લા કેટલાક સમયથી લેખક અને વિવેચક તરીકે પણ સુંદર નામના મેળવી છે. આ ગ્રંથનું મુફ સંશોધન કાળજીપૂર્વક કર્યું છે છતાં અજ્ઞતા યા પ્રમાદવશ કંઈ પણ સ્કૂલનાઓ રહી ગઈ હોય તો તે બદલ ક્ષમા યાચું છું. પં. શ્રી ધીરૂભાઈ હવે ટૂંક સમયમાં શતકનામા પંચમ કર્મગ્રંથનું વિવેચન જલ્દી પ્રકાશિત કરે એ અપેક્ષા સહ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) * * *'' * * અમદાવાદ, * * * * * Jain Education International For Private & Personal Use Only * * www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 292