Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ ૬ ઉપરના સર્વે ગ્રંથકારોનો તથા મહેસાણા પાઠશાળાનો અમારા ઉ૫૨ ઘણો જ ઉપકાર છે. આ સમયે તે સર્વે ઉપકારીઓને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરૂં છું. આ ચોથા કર્મગ્રંથનું અમે લખેલું ગુજરાતી વિવેચન પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યદેવેશ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞાથી પૂ. પં. શ્રી અભયશેખરવિજયજી મહારાજશ્રીએ સંપૂર્ણ કાળજી રાખી ખંતપૂર્વક તપાસી આપેલ છે. તેઓશ્રીનો આ વિષયમાં ઘણો વિશાળ અનુભવ છે. તેથી તેઓશ્રીએ જ્યાં જ્યાં યોગ્ય સુધારા-વધારા સૂચવ્યા છે. ત્યાં ત્યાં તે તે સુધારા-વધારા અમે કર્યા છે. આવું લખાયેલું મૂલમેટર જોઇ-તપાસી આપવા બદલ તેઓશ્રીનો અમારા ઉપર પરમ ઉપકાર છે. પ્રથમના ત્રણ કર્મગ્રંથો પણ તેઓશ્રીએ જ અમારા ઉપર લાગણી રાખીને કાળજીપૂર્વક તપાસી આપ્યા છે. તથા પંડિતશ્રી રતિલાલ ચીમનલાલભાઇ (લોદરાવાળા)એ વારંવાર પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને ભણાવવા દ્વારા પ્રાપ્ત થયેલા બહોળા અનુભવ પ્રમાણે પોતાપણું માનીને જે સુંદર પ્રૂફરીડીંગ કરી આપ્યું છે તે બદલ તેઓશ્રીના પણ અમે ૠણી છીએ. તથા વ્યવસ્થિત ટાઇપ સેટીંગ અને પ્રિન્ટીંગ કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સનો પણ આભાર માનીએ છીએ. તેઓએ પૂરી કાળજી રાખીને આ પુસ્તકના પ્રકાશનનું કામ કરેલ છે. ગુજરાતી વિવેચન લખતાં ઘણી જ સાવધાની રાખવા છતાં પણ છદ્મસ્થતા, બીન ઉપયોગ દશા, તથા મતિમત્ત્વતા આદિના કારણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ જે કંઇ પણ આ ગ્રંથમાં લખાઇ ગયું હોય તેની ત્રિવિધે ત્રિવિધ ક્ષમા માગીએ છીએ. અને તેવી ક્ષતિઓ તરફ અમારું ધ્યાન દોરવા વિદ્વર્ગને નમ્રભાવે વિનંતિ કરીએ છીએ. આજ .સુધી અમારા વડે લખાયેલાં અને પ્રકાશિત થયેલાં પુસ્તકોની આછી રૂપરેખા આગળ આપી છે. તે જોઇ જરૂરિયાત પ્રમાણે પુસ્તકો મંગાવી વાંચી-વંચાવી સદુપયોગ કરવા વિનંતિ છે. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત પીન નં. ૩૯૫ ૦૦૯ ફોન : ૬૮૮૯૪૩ Jain Education International લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા For Private & Personal Use Only (સુઇગામવાળા) સુરત www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 292