Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ ૪ વિસ્તારથી સમજાવ્યું છે. એક જીવ આશ્રયી અને અનેકજીવ આશ્રયી જેટલી ભંગજાળ સંભવે તે તમામ સમજાવેલ છે. તથા ધ્રુવ-અધ્રુવ ગુણસ્થાનક અને તેના સંભવતા સંયોગી ભાંગા સમજાવી ગ્રન્થકારે પ્રાથમિક વિદ્યાર્થીઓને જૈનશાસ્ત્રોના પાયાના સિદ્ધાન્તો બુદ્ધિમાં ઉતારવા અથાગ પ્રયત્નો કર્યા છે. (૪) ગાથા ૬૪ થી ૭૦ ઔપમિક આદિ પાંચ ભાવો, તથા તેના ઉત્તરભેદો એક એક ગુણસ્થાનકે કેટલા હોય ? એક જીવ આશ્રયી અને સર્વ જીવ આશ્રયી તથા તેના દ્વિસંયોગી-ત્રિસંયોગી-ચતુઃસંયોગી ઇત્યાદિ ભાંગાઓ સમજાવવા દ્વારા વિષય અત્યન્ત સ્પષ્ટ કર્યો છે તથા ઔપમિક ભાવ મોહનીયનો જ હોય છે. ક્ષાયોપશમિક ભાવ ચાર ઘાતીકર્મોનો જ હોય છે. શેષભાવો આઠે કર્મોના હોય છે. ઇત્યાદિ વિષય સમજાવવા દ્વારા કયા કયા ભાવો કયા કયા કર્મના હોય ? તથા કયા કયા દ્રવ્યમાં હોય છે. આ વિષય પણ સ્પષ્ટ સમજાવ્યો છે. (૫) ગાથા ૭૧ થી ૮૬. સંખ્યાત-અસંખ્યાત અને અનંતાનુ વર્ણન તે ત્રણેના અનુક્રમે ૩+૯+૯ એમ ૨૧ ભેદોનું ચાર પ્યાલાની રાશિના માપથી જે સ્વરૂપ સમજાવ્યું છે તે તો આશ્ચર્યજનક છે. કલ્પનાતીત પદાર્થોનું સ્વરૂપ પણ સમજાવવામાં કેવી સુંદર શૈલીનો ઉપયોગ કર્યો છે. આ સમજાવવાની શૈલી જોઈને આપણું મસ્તક આ મહર્ષિઓ પ્રત્યે સેંકડો વાર નમ્યા વિના રહેતું નથી. આ પ્રમાણે આ કર્મગ્રંથમાં કર્મની બાબત બહુ ઓછી છે. પરંતુ તેની સાથે સંબંધવાળા પરચુરણ જુદા-જુદા અનેક વિષયોને સાંકળી લેતો, અને તે દ્વારા શિષ્યવર્ગમાં વિશાળ જ્ઞાનપ્રસારણ કરતો આ ગ્રંથ છે. પાંચમા અને છઠ્ઠા કર્મગ્રંથના પદાર્થો ભણવામાં તથા બાસરિયાના ભાંગા જાણવામાં આ વિષયો અતિશય ઉપકારક બને છે. આ કર્મગ્રંથની મૂળ ગાથાઓમાં સ્વોપજ્ઞટીકા, ટબો, બાલાવબોધ અને મહેસાણા પાઠશાળાનું વિવેચન, આ ચારેમાં જોતા કોઇ કોઇ પંક્તિઓમાં અલ્પ પાઠભેદ છે, પરંતુ અર્થભેદ ન હોવાથી તેવા પાઠભેદને ગૌણ ગણીને વર્તમાનકાળમાં પ્રસિદ્ધ મુખે કંઠસ્થ થયેલા પાઠ પ્રમાણે ગાથાઓ મૂકી છે. આ સર્વ કર્મગ્રંથો તપોનિધિ શ્રી જગચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ બનાવ્યા છે. તથા તેઓએ બીજું પણ ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. અમારા પ્રથમ કર્મગ્રંથની પ્રસ્તાવનામાંથી તે જાણી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 292