Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 6
________________ ભગવાન મહાવીર પ્રભુના નિર્વાણ પછીના આ ૨૫૦૦ વર્ષના ગાળામાં કાળદોષ આદિના કારણે જેમ ઘણું ઘણું શ્રત નાશ પામ્યું છે. તેમ રહ્યુંસહ્યું શેષ શ્રુત પણ આગમો ભણવાના અધિકારી જીવો પાસે પહોંચે. અને આગમ ભણવાના અધિકારી જીવો આગમોમાં પ્રવેશી શકે તે માટે અનેક મહર્ષિ સંતપુરુષોએ જૈન આગમોના સારરૂપે ઘણી વિપુલ સાહિત્ય રચના કરી છે. જૈન આગમ ગ્રંથોમાં ગણધર ભગવંતોએ ઘણા ઘણા વિષયો સમજાવ્યા છે. પરંતુ અપાત્રના પાત્રમાં ગયેલી વિદ્યા લાભને બદલે અધિક નુકશાનકારી બને એ આશયથી સર્વવિરતિધર મહાત્માઓ અને તેમાં પણ યોગવહન આદિ કરી નિર્વિકારી દેહવાળાને જ આ આગમગ્રંથો ભણવાનો અધિકાર આપ્યો. એટલે ચતુર્વિધ શ્રી સંઘના શેષ જીવો માટે અનેક આચાર્ય મહાત્માઓએ તે આગમોના સારરૂપે ઘણું ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. એમના મનુષ્ય ભવના આયુષ્યની સાથે કલ્પના કરવી દુષ્કર બને એટલા લાખો-કરોડો શ્લોકો પ્રમાણ સાહિત્ય રચના આ મહાપુરુષોએ કરી છે. જેને અંગબાહ્યશ્રુત કહેવાય છે. આવા પ્રકારની પ્રાકરણિક ગ્રંથોની સાહિત્ય રચના કરવામાં પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, પૂ. શ્રી ઉમાસ્વાતિજી, પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી વાદિદેવસૂરિજી, પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી, પૂ. શ્રી મલયવિજયજી, પૂ. . શ્રી યશોવિજયજી અને પૂ. શ્રી વિનયવિજયજી આદિ મહાપુરુષોએ ભગીરથ પ્રયત્નો કર્યા છે. તન અને મનની સાથે પોતાની સંપૂર્ણ જિંદગી શાસ્ત્ર સંદોહના સર્જનમાં જ સમર્પિત કરેલી દેખાય છે. એટલે આવા પ્રાકરણિક ગ્રંથોના અભ્યાસ ઉપર ભાર આપવો અત્યાવશ્યક છે. તેના અધ્યયન દ્વારા પાત્રતા આવે ત્યારે આગમોનો અભ્યાસ કલ્યાણકારી બને છે. આટલા જ માટે કર્મગ્રંથાદિ પ્રાથમિક અભ્યાસ ગ્રંથોનાં ગુજરાતી સરળ વિવેચનો લખવાનો અમે આ યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે. આશા છે કે જૈન સમાજના ભાઇઓબહેનો તથા ચતુર્વિધ શ્રી સંધ આવા ગ્રંથો ભણશે-ભણાવશે અને તેનું પ્રસારણ કરશે. આ ચોથા કર્મગ્રંથનું વિવેચન લખવામાં મુખ્યત્વે સ્વીપજ્ઞટીકાનો વધુ આધાર લીધો છે. તથા સહાયક તરીકે પૂ. જીવવિજયજી મ. કૃત ટબો, શ્રી મતિચંદ્રજી કૃત બાલાવબોધ તથા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા મહેસાણાનું ગુજરાતી વિવેચન ઇત્યાદિ ગ્રન્થોનો સહારો લઈને આ વિવેચન તૈયાર કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 292