________________
વર્ણમાતા (વર્ણમાતૃકા) નું ધ્યાન મેકોલે શિક્ષણ પદ્ધતિનાં કમ્યુટર – ઈન્ટરનેટ યુગમાં સંતાન માતાનાં ગર્ભમાં આવે ત્યારથી સતત કઈ સ્કુલ - કોલેજ - ટયુશન-ક્લાસ, કઈ લાઈન, ડોનેશન, સ્કુલ બસ ફી, યુનિફોર્મ, ટેક્સ્ટ બુક , પરીક્ષા, નોકરી વિગેરેનાં ચક્કરમાં અટવાતા મમ્મી-પપ્પા અને ર વર્ષથી શિક્ષણ નામના મહાવિકરાળ યંત્રમાં પ્રવેશ પામીને સતત ઈન્ટરવ્યુ, સ્કુલ, ટ્યુશન-ક્લાસ, હોમવર્ક અને પરીક્ષાનાં આધુનિક ત્રાસની યાતનામાં હતાશ અને સતત કોમ્પીટીશન અને વધાર ટકા મેળવવાનાં ટેન્શનમાં ૮ – ૧૦ વર્ષની કુમળી વયમાં જ “સ્કૂલફોબિયા' જેવી કાલ્પનિક બિમારીનો ભોગ બનતા બાળકોનાં જીવનમાંથી ભય દૂર કરવા જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરવા વર્ણમાતૃકાનાં ૪૯ અક્ષરનું ધ્યાન કરવું જોઈએ.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રનાં ૮ માં પ્રકાશમાં વર્ણમાતાનું ધ્યાન બતાવ્યું છે...
તે આ રીતે શરીરમાં રહેલ નાભિચક (મણિપુરચક્ર) માં ૧૬ પાંખડીનું કમળ માં “થી ” સુધીનાં ૧૬ અક્ષરનું ધ્યાન કરવાનું. ત્યારપછી હૃદયનાં અનાતચક્રમાં ૨૪ પાંખડીનાં કમળમાં “ થી મ” સુધીનાં તથા ૨૫ સ્પર્શ વ્યંજનોને પાંખડીઓમાં અને કર્ણિકામાં ‘મ્” | ધારણા કરવી. ત્યારપછી મુખ ઉપર આજ્ઞાચક્રની ૮ પાંખડીમાં “? શું ; સ ટુ : ૮ (પાઠ) અક્ષરનું ધ્યાન કરવું'.
આ પ્રમાણે વર્ણમાતૃકાનાં ૪૯ અક્ષરનું ધ્યાન ધરવાથી માનસિક શાંતિ એકાગ્રતા, પ્રજ્ઞાનો ઉન્મેષ અને જ્ઞાનમાર્ગમાં વિકાસ વગેરે પ્રાપ્ત થાય છે. 'નવકાર મહામંત્ર, કરેમિભંતે અને નમુત્થણ
' આ ત્રણ (૩) શાશ્વત સૂત્રો છે પચાવવાની પાત્રતા ન હોય તો કોઈનાય દોષો જોશો નહીં, અને મૈત્રી ટકાવવાની તૈયારી ન હોય તો કોઈનાય દોષો સાંભળશો નહીં.