Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
VVNNNN
પૂજયશ્રી પણ બધાની સાથે યથાવત દૈનિક વ્યવહાર કરતા હતા. વાતચીત પણ કરતા હતા... આમાં મૃત્યુનો વિચાર પણ કોને આવે ? કોઈને ન આવ્યો. હા, પણ પૂજયશ્રી તો મૃત્યુના સંકેત આપતા જ રહ્યા હતા, કે જે પછીથી સમજાયા.
(૧) મહા. સુ. ૧ના દિવસે એક માણસ (બાદરભાઈ, કે જે છેલ્લા ૧ ૨ વર્ષોથી દર સુદ ૧ના દિવસે પૂજ્યશ્રીનો વાસક્ષેપ લેવા માટે આવતા હતા) ને વાસક્ષેપ નાખ્યા પછી કહ્યું, ‘હવે તું વાસક્ષેપ લેવા માટે આટલે દૂર મારી પાસે નહી આવતો, ત્યાંથી જ સંતોષ માનજે.' (આમ તો પૂજ્યશ્રી ગુજરાતમાં નજીક જ આવી રહ્યા હતા છતાં પૂજ્યશ્રીના આ કથનથી શું સૂચિત થાય છે ?) કે તે માણસ તે વખતે તો બરાબર સમજી ન શક્યો. તેણે વિચાર્યું : કદાચ હમણા મારી આર્થિક સ્થિતિ ઠીક નથી તેથી મારે ટિકિટ-ભાડાનો ખર્ચો ન થાય માટે પૂજ્યશ્રી અને ના પાડી રહ્યા છે.
(૨) મહા સુ. ૩ના દિવસે માંડવલાથી સિદ્ધાચલજીના સંઘના સંઘપતિ પરિવાર (મોહનલાલજી, ચંપાલાલજી આદિ મુથા પરિવારોને કહ્યું : “ખૂબ ઉલ્લાસથી સંઘ કાઢજો, હું તમારી સાથે જ છું.” તે દિવસે તો સંઘપતિ પરિવારને આ વાત ન સમજાઈ ઘરમાં થોડી ચર્ચા પણ થઈ કે બાપજીએ આજે આવું કેમ કહ્યું ? સંઘમાં પૂજ્યશ્રીની જ નિશ્રા છે તો પછી “હું તમારી સાથે જ છું” આવું કહેવાની જરૂર જ શું છે ? પણ બાપજીએ ઉત્સાહમાં આવીને આવું કહ્યું હશે... આમ મનોમન તેઓએ સમાધાન કરી લીધું.
(૩) કોટકાઝા અંજનશલાકાનું મુહૂર્ત મહા. સુ. ૧૦ના દિવસે, સંઘ પ્રયાણ પછી આવતું હતું. તેથી ચંપાલાલજી ત્યાં જવા માટે તૈયાર થતા નહોતા. પણ પૂજ્યશ્રીએ ચંપાલાલજીને ખાસ સમજાવીને કોટકાઝા માટે તૈયાર કર્યો અને કહ્યું : જયપુર અંજનશલાકા (વિ. સં. ૨૦૪ ૨)ના પ્રસંગને તમે યાદ કરો. તે વખતે ચંપાલાલજીના ભાઈ મદનલાલજીની પત્નીનો સ્વર્ગવાસ થયો હતો. તેથી ત્યાં જવા માટે ઉત્સુક બનેલા ચંપાલાલજીને પૂજ્યશ્રીએ સમજાવીને રોકેલા, પરંતુ અંજનશલાકામાં વિદન આવવા દીધેલું નહિ. અહીં પણ (સંઘના ૬ દિવસ પહેલા જ પૂજ્યશ્રીનું સ્વર્ગગમન થયું એવું જ થયું.
આખરે પૂજ્યશ્રીએ કહેલા અંતિમ શબ્દોને જ શુકન માનીને