Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રભુ-મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો, એવું કહો ના સજ્જનો ! સાક્ષાત્ આ ભગવાન છે, નિજ મંત્ર-મૂર્તિનું રૂપ લઈ પોતે જ અહીં આસીન છે.'
આ પદ્યાનુવાદ જોઈને પૂજ્યશ્રી ખૂબ જ પ્રસન્ન થયા અને પ્રત્યુત્તર આવ્યો :
મારા મનની જ વાત તમે સ્પષ્ટરૂપે પદ્યમાં મૂકી છે. પૂજ્યશ્રીની પ્રસન્નતાથી અમે પણ પ્રસન્ન થયા.)
એ વખતે તો અમને કલ્પના સુદ્ધા ન હતી કે પૂજ્યશ્રીની આ બધી અંતિમ દેશનાઓ છે. કલ્પના કરીએ પણ શી રીતે ? કારણ કે પૂજ્યશ્રીની એટલી છૂર્તિ હતી, મુખ પર એટલું તેજ હતું કે મૃત્યુ તો શું ઘડપણ પણ એમની પાસે આવતાં ડરતું, હોય, તેમ અમને લાગતું હતું. સામાન્ય માણસની ઉંમર વધતી જાય તેમ તેમ ચહેરો ચમક વગરનો બનતો જાય છે, કરચલીઓ વધવા લાગે છે, પરંતુ અમે પૂજ્યશ્રીના ચહેરા પર વધતી ચમકને જોઈ રહ્યા હતા. આટલી ચમક, આટલી સ્કૂર્તિ હોય તો અમે એમ કેમ માની લઈએ કે પૂજ્યશ્રી હવે થોડા જ સમયના મહેમાન છે ?
| પાલીતાણા ચાતુર્માસ પછી માગ, સુ. ૫ (વિ.સં. ૨૦૫૭)ના ત્રણ પદવીઓ તથા ૧૪ દીક્ષાઓ થઈ. એના બીજા જ દિવસે પૂજ્યશ્રીનો વિહાર થયો. ત્યારે અમને ક્યાં ખ્યાલ હતો કે પૂજયશ્રીના આ અંતિમ દર્શન છે ?
પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ પોતાની જન્મભૂમિ ફલોદીમાં કર્યું. છેલ્લા બે વર્ષોમાં પૂજ્યશ્રીએ એવા-એવા કાર્યો કર્યા, જાણે પૂજયશ્રીએ પોતાના મૃત્યુની પૂર્વ તૈયારી કરી લીધી હોય !
કચ્છના વાંકી તીર્થમાં ચાતુર્માસ કરવું, આચાર્ય - પંન્યાસ - ગણિ આદિ પદ-પ્રદાન કરવું, પાલીતાણામાં ચાતુર્માસ કરવું, ચાતુર્માસમાં લગભગ સંપૂર્ણ સાધુ - સાધ્વી - સમુદાયને સાથે રાખવો, બધા સાધુ - સાધ્વીજીઓને યોગોદ્વહન કરાવવા, આ બધા એવા કાર્યો હતા જેને આપણે મૃત્યુની પૂર્વ તૈયારી માની શકીએ.