________________
કરતા હતા, જે દર્શાવે છે કે આ વિશિષ્ટ જ્યોતિર્ધર મતમતાંતરથી સર્વથા મુક્ત રહ્યા હતા.
બિનસાંપ્રદાયિકતાનો આ ઉમદા ગુણ, સ્ફટિક જેવું નિર્મળ પારદર્શક વ્યક્તિત્વ તથા વૈરાગ્યથી સુશોભિત સાદગીભર્યું જીવન - શ્રીમદ્ભી આ ગુણસંપત્તિથી મહાત્મા ગાંધીજી અત્યંત પ્રભાવિત અને આકર્ષિત થયા હતા. પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં મહાત્મા ગાંધીજીએ આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ અગગણ્ય ગણાવ્યા હતા અને આ તથ્ય શ્રીમની સર્વતોમુખી મહત્તાનો પૂરક અને સમર્થ પુરાવો છે –
“આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટૉલ્સટોયનો ફાળો છે; પણ કવિની અસર મારા ઉપર વધુ ઊંડી છે કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.૧
સાંસારિક ઉપાધિઓથી સદા વીંટળાયેલા હોવા છતાં, સતત સત્યોન્મુખ, સતત આત્મોન્મુખ એવા આ સાધુચરિત સપુરુષના ઉદાત્ત સચારિત્રનો મહિમા મહાત્મા ગાંધીજીએ અન્યત્ર આ રીતે વ્યક્ત કર્યો છે –
આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્ભ કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. ૧- “મૉડર્ન રીવ્યુ', જૂન ૧૯૩૦ (ગુર્જરનુવાદ) ૨- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર
(જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૮૮-૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org