________________
ત્રિવિજય થતાં એને અનુભવ કરી શકાય છે. ચિત્ત સ્વેચ્છાએ સંયમમાં રહ્યું હોય તે દેહની કેટલીક ક્રિયાઓ કેટલાક વખત અટકાવી શકાય છે. કેઈ જાહેર સભામાં બેઠેલે માણસ ભૂખ, શૌચાદિ હાજતનો કુદરતી નિરાધ કરી શકે છે. પંડિત યુગને એક ગુજરાતી લેખક માટે કહેવાય છે કે તેમને દર પંદર-વીસ મિનિટે લઘુશંકા માટે ઊઠવું પડે એ વ્યાધિ થયું હતું, પરંતુ તેઓ પદ્માસન કે અધ પદ્માસન લગાવી ધ્યાન કે સ્વાધ્યાયમાં બેસી જતા તે ત્રણ-ચાર કલાક સુધી પણ ઊઠવાની જરૂર પડતી નહિ!
- યમ, નિયમ, આસન-પ્રાણાયામ, ઇત્યાદિ ચાગના - આરંભનાં પગથિયાં સિદ્ધ કર્યા પછી જેઓને દયાન અને
સમાધિમાં જવાનો મહાવરે ઠીક ઠીક હોય છે તેઓને ચિત્ત દ્વારા ઈન્દ્રિય-સંયમ સહજ બને છે અને દેહની કુદરતી જરૂરિયાતે તેટલો સમય ખાસ જણાતી નથી. મહાનગીઓ જીભની ખેચરી મુદ્રા વડે તેમાંથી અમૃતબિંદુ પ્રાપ્ત કરીને આઠ-દસ દિવસ સુધી આહાર વગર રહી શકે છે. કેટલાય મહાત્માએ દિવસેના દિવસે સુધી નિદ્રારહિત સતત જાગ્રત અવસ્થામાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. ધ્યાન અને સમાધિમાં એવી તાકાત છે કે ચિત્ત અથવા તે આમાં સમગ્ર દેહ ઉપર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે.
- દેહ ઉપર વિજય મેળવવાનું કામ બધાં માટે એકસરખું ન હોઈ શકે. દરેકના દેહ એકસરખા નથી દેતા,