Book Title: Jain Ras Vimarsh
Author(s): Abhay Doshi, Diksha Savla, Sima Ramhiya
Publisher: Veer Tatva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ સંપન્ન પરિવારે અર્પ, ર૦મો સમારોહ રતલામમાં, ૨૧મો ૨૦૧૨માં પાવાપુરીરાજસ્થાન અને આ ર૧મો મોહનખેડા-મu.માં યોજાઈ રહ્યો છે. આ ત્રણે સમારોહના સૌજન્યધતા આ પરિવાર છે અને ભવિષ્યમાં પણ આ સરસ્વતીશ્રુતપૂજનના કાર્યને આ પરિવારનું સૌજન્ય પ્રાપ્ત થતું રહેશે એવી શ્રદ્ધા છે. આ સમારોહ સમયે શ્રી વલ્લભભાઈ, શ્રી મંગળભાઈ અને એમના પૂરા પરિવાર તેમજ રતલામમાં શ્રી મુકેજ જૈન અને પાવાપુરીમાં શ્રી કાંતિલાલજી જૈને જે આભિજાત્ય દર્શાવ્યું છે એનો આનંદ અને આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી. ૨૦મા જૈન સાહિત્ય સમારોહનો વિષય હતો જેને ગોરવ ગ્રંથો, એમાં લગભગ ૭૫ અભ્યાસીઓએ પોતાના શોધનિબંધ પ્રસ્તુત કર્યા હતા. એ શોધીનિબંધોનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. ૨૧મો જૈન સાહિત્ય સમારોહ જે માર્ચ-૨૦૧૨માં પાવાપુરી-રાજસ્થાનમાં યોજાયો હતો. એ સમારોહમાં વિષય હતો જૈન રાસા સાહિત્ય અને જૈન પત્રકારત્વ'. આ બન્ને વિષય માટે કુલ એકસો શોધ નિબંધો પ્રાપ્ત થયા હતા. આ બન્ને શોધ નિબંધોના બને ગ્રંથો આ ૨૦૧૪ના રરમા જૈન સાહિત્ય સમારોહ મોહનખંડામાં પ્રકાશિત થઈ રહ્યાં છે એ સમગ્ર જૈન સાહિત્ય માટે આનંદની ઘટના છે અને આ ગ્રંથોનું પ્રકાશન કરી શ્રી રૂપ-માણેક ટ્રસ્ટ અને ભંસાલી પરિવારે જે પુણ્ય ઉપાર્જન કર્યું છે એ માટે આપણે સૌ આ ભંસાલી પરિવારની ભૂરીભૂરી અભિવંદના કરીએ. સંપાદનનું કાર્ય ઘણો જ પરિશ્રમ અને વિવેક માંગી લે છે. આ ખૂબ જ કપરું કામ છે. આ બન્ને ગ્રંથોના સંપાદકોને હું હૃદયથી અભિનંદુ છું. આ કાર્યમાં સાથ આપનાર મુદ્રક તેમજ અન્ય સર્વેને મારા પ્રણામ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તો મારા કોટિકોટિ પ્રણામ હોય જ. ઉપરાંત સર્વ માનદ્ કાર્યકરો અને અન્ય સર્વેએ મને હૃદય સાથે બાંધ્યો છે, કોના કોના નામ લઉં? – એ સર્વોનો આભાર માનવા શબ્દો ક્યાંથી લાવું? પૂ. ડૉ. રમણભાઈના આશીર્વાદ જ મને તો ફળ્યા છે. એ પુણ્યાત્માને વંદન વંદન. ૨૩-૧-૨૦૧૪ ધનવંત શાહ સંયોજક જૈન સાહિત્ય સમારોહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 644