Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧. શાહ્મણદ્વીપ : વાળીદ્વીપ અજિતનાથ ભગવાનના સમયની આ વાત છે. “રા' નામના એક દ્વીપ હતો. તેમાં લંકા નામની નગરી હતી. લંકા એટલે લંકા! ખૂબ સુંદર તેમાં મેઘવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. મેઘવાહન રાજાથી રાસવંશ શરૂ થયો. ભલે વંશનું નામ રાક્ષસ હતું, પણ આ મેઘવાહન રાજા તો દેવથીય વધુ દયાળુ અને પરોપકારી હતો. એક દિવસ મેઘવાહન મહેલની અગાસીમાં બેઠો હતો. તેણે અનંત આકાશ સામે જોયું. જોયા જ કર્યું. તેણે આંખો મીંચી દીધી. તેણે આત્મનિરીક્ષણ કર્યું, “અહો! આ આકાશ જેમ અનંત છે, જેનો છેડો જ નથી, તેમ મારું ભવભ્રમણ પણ અનંતકાળથી ચાલુ છે. તેનો ક્યારે અંત આવશે?" તેનો રાજ્ય પરનો રાગ ચાલ્યો ગયો; અને રાજા વૈરાગી બની ગયો. મહેલનો ત્યાગ કરી સગરનાં ચરણોમાં નિવાસ કરવાનો તેણે નિર્ણય કર્યો. તેણે તરત પોતાના મોટા પુત્ર મહારક્ષને બોલાવ્યો. બેટા! આ રાજ્ય હવે તારે સંભાળવાનું છે.” પુત્રને માથે પોતાનો ધ્રુજતો હાથ ફેરવતાં મેઘવાહને કહ્યું. “પિતાજી... અને આપ?” રાજ્યરક્ષાનું મારું કર્તવ્ય અહીં પૂર્ણ થાય છે. મારા માટે હવે આત્મરક્ષાનું પરમ કર્તવ્ય બજાવવાનો સમય થઈ ગયો છે, બેટા!” મહારક્ષની આંખોમાં આંસુ ઊભરાયાં. સર્વસ્વનો ત્યાગ કરી જતા પ્રેમાળ પિતાના વિરહની કલ્પનાએ તેને ધ્રુજાવી દીધો. પિતાના માર્ગમાં આડો ઊભો રહું? ન જવા દઉં, પણ પછી પિતા ક્યારેય નહિ જાય? શું મારા રોકાયા રોકાશે? જાલિમ કાળની ફાળ આગળ મારું શું ચાલશે? ના, ના, ભલે ન ચાલે, પણ મારાથી તેમને નહિ જવા દેવાય.' મહારક્ષ મનોમંથન ગૂંચવાતું ચાલ્યું. પણ હું એમના પ્રિય માર્ગમાં વિદન કરીશ તો તેમનું કોમળ હદય કેટલું બધું દુભાશે? તેમનું હૃદય કેટલું બધું દુઃખ અનુભવશે? મારાથી ત તો નહિ જ સહન થાય. હું તેમના માર્ગમાંથી ખસી જાઉં.' પુત્ર મહાર મૌનપણે જ મેઘવાહનનું વચન સ્વીકારી લીધું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 281