________________
સીતા દીવાળીપત્રની સાથે રામલેખનું અનુસંધાન હોય તેમ છે) સ્પષ્ટ અનુમાન કરવામાં કોઈ વાંધો નથી. હનુમાનજી રામચંદ્રજીએ આપેલી મુદ્રિકા લઈને સીતા પાસે મોકલે છે. ત્યાંથી શરૂ થતો દીવાળી પત્ર સીતાનો વિરહ અને રામચંદ્રજી સાથેનો પ્રણય તથા દીવાળી પર્વની ઉજવણી વગેરે વિગતોથી આ પત્ર સમૃદ્ધ છે. પણ તેમાં કોઈ કવિનો નામ ઉલ્લેખ નથી એટલે અજ્ઞાત કવિની રચના ગણી છે. રામલેખને અંતે ઈતિ રામ લેખ શબ્દો છે. એટલે રામલેખના કર્તા વિશે કોઈ પ્રશ્ન નથી ઉદભવતો. કોઈ કવિએ રામલેખના અનુસંધાનમાં કલ્પના કરીને સીતા દીવાળી પત્રની રચના કરી હોય તેમ સંભાવના છે. એટલું નિશ્ચિત છે કે રામલેખ અને સીતા દીવાળીપત્ર એવો ક્રમ પુસ્તકમાં ગોઠવ્યો છે જેથી રામલેખના સંદર્ભમાં સીતા દીવાળી પત્ર સમજવામાં સરળતા રહે.
પત્ર સ્વરૂપ અને શૈલી.
પત્ર વિશે વિચાર કરતાં સૌ પ્રથમ સંબોધન, વિષયવસ્તુ, પત્રનો અંત, લેખકનું નામ જેવી વિગતો સ્વાભાવિક રીતે હોય એમ માનવામાં આવે છે. મધ્યકાલીન પત્રોનો અભ્યાસ કરતાં નીચે પ્રમાણેની વિગતો પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન કાવ્યોના આરંભમાં ઈષ્ટદેવ-ગુરૂ અને સરસ્વતીની સ્તુતિ કે વંદના કરવામાં આવે છે તે મુજબ મધ્યકાલીન લેખમાં તેનું અનુસરણ થયું છે. દીર્ઘપત્રોમાં આ પ્રણાલિકા નિહાળી શકાય છે જ્યારે લઘુ લેખપત્રમાં ગુરૂવંદના છે. આરંભમાં સ્વસ્તિશ્રી, ગામ, વ્યક્તિ કે સાધુ ભગવંતનું નામ દર્શાવવામાં આવ્યું છે. કોઈ કોઈ પત્રમાં પત્રલેખક
શરૂઆતમાં જ પોતાના નામનો ઉલ્લેખ કરે છે. તો પત્રને અંતે હું પણ આવો ઉલ્લેખ થયો છે. નામની સાથે રચના સમય - સંવત, બી
મહિનો, તિથિ પણ જણાવવામાં આવી છે. મધ્યકાલીન કાવ્યોમાં ' આખ્યાન, રાસ, વિવાહલો જેવા સ્વરૂપની કૃતિઓમાં આ પરંપરા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org