________________
ઉધ્ધારની આર્ટ ભાવનાની સાથે સીમંધર સ્વામી ભગવાનનાં . ગુણગાન ગાવામાં આવ્યા છે. જૈન ધર્મ સમાજ અને સાહિત્યમાં સુપ્રસિદ્ધ નેમ રાજુલની જુગલજોડીને લક્ષમાં રાખીને લેખ લખાયેલા મળે છે તેમાં મુખ્યત્વે રાજુલના પાત્રને વિશેષ મહત્વનું છે, બનાવવામાં આવ્યું છે. જેમકુમાર લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરીને ગઢ ગિરનાર પહોંચે છે ત્યારપછીની રાજુલની સ્થિતિને વાચા આપતા પત્રો નેમિ-લેખ નામથી પ્રાપ્ત થાય છે. તીર્થકર વિષયક લેખો ભક્તિપ્રધાન હોવાની સાથે રસ અલંકાર અને મધુર પદાવલીએ દ્વારા કાવ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યા છે. તેમાં રહેલો ભક્તિ શૃંગાર ભક્તજનોની ભક્તિમાં એકતા સાધવામાં સહયોગ આપે છે.
૨. સાધુ વિષયક લેખ :
આ પ્રકારના લેખ ગદ્ય-પદ્યમાં પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે સાધુ, વ્યવહાર વિશેની વિગતોનો ઉલ્લેખ થયો છે. પદવી, વડીલપણું, અભ્યાસ તથા ઔપચારિક રીતે સુખશાતા - વંદના - અનુવંદના વગેરે વિગતો સ્થાન પામી છે. એકમાત્ર શ્રી વિજયસેનસૂરિ લેખ ઐતિહાસિક ગણાય છે તેમાં પૂ. શ્રીના લાડુર (રાજસ્થાન) ના ચાતુર્માસમાં અને સૂરિમંત્રની આરાધનાની સાથે સંઘની આરાધનાથી સમગ્ર નગરમાં ધર્મનો ડંકો વાગ્યો છે. ધર્મધ્વજ લહેરાય છે અને જાણે કે આ નગર ધર્મપુરી બની ગયું છે. તેનું માહિતી પ્રધાન વર્ણન કરવામાં આવ્યું છે. સંયમ જીવનમાં ચાતુર્માસ મહત્વનો ઉત્સવ છે તેની માહિતી ઉપરોક્ત લેખમાંથી જાણવા
રો મળે છે.
૩. જૈન તત્ત્વજ્ઞાન વિષયક લેખ
આ પ્રકારના લેખમાં જૈન દર્શનના કર્મવાદના સિદ્ધાંતો, વIS છે વ્યવહાર અને નિશ્ચય નયના વિચારો અને આત્માના ઉદ્ધાર માટેના
-
-
(
૪
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org