________________
માર્ગદર્શક વિચારો પ્રગટ થયા છે. તેમાં બોધાત્મકતા (ઉપદેશ) , રહેલી છે. જૈન દર્શનના પારિભાષિક શબ્દોવાળા આ લેખ આત્માના વિકાસ માટે અનન્ય ઉપયોગી બને છે. જીવચેતના કાગલ, દેવચંદ્રજીના પત્રો અને આત્મ બોધપત્રિકા એમ ત્રણ લેખ ઉપરોક્ત લીટ) વિષયના છે.
૪ - પ્રકીર્ણ લેખ
સીતા દીવાળીપત્રમાં દિવાળી પર્વની ઉજવણીથી આત્માના કલ્યાણની ઉદાત્ત ભાવનાનું નિરૂપણ થયું છે. તેની પૂર્વભૂમિકારૂપે પત્રમાં વનવાસ રાવણ સાથેના યુદ્ધની માહિતી રહેલી છે. વિરહિણી લેખ' માં તીર્થંકરનો વિરહ દર્શાવવામાં આવ્યો છે. વિરહાવસ્થાનું નિરૂપણ મધ્યકાલીન કવિઓની રીતિ અનુસાર થયું છે. તેમાં રહેલો શૃંગારરસ પત્રને આકર્ષક બનાવવામાં સહયોગ આપે છે. વિયોગ શૃંગારની અભિવ્યક્તિથી વિરહિણી લેખ વધુ પ્રભાવશાળી બન્યો છે. સ્ત્રી લિખિત પત્રમાં વિરહાવસ્થામાં ઉદ્ભવેલી રમી હૃદયની વિચારધારાનું નિરૂપણ થયું છે. આ નિરૂપણ સમગ્ર સ્ત્રી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરોક્ત ત્રણ પત્રો અજ્ઞાત કવિ કૃત છે.
કવિ ન્યાયસાગર રચિત રામલેખમાં રામચંદ્રજીના વનવાસ દરમ્યાન સીતાનું હરણ થાય છે તે પ્રસંગથી એમના હૃદયમાં રહેલી વિરહવેદનાને વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર લેખ કવિતા કલાની દૃષ્ટિએ પણ સફળ નીવડે છે. આ લેખની સાથે સીતા દીવાળીપત્રનું અનુસંધાન કરવામાં આવે તો તે યોગ્ય લેખાશે. રામલેખમાં સીતા વિરહની અભિવ્યક્તિ છે તો સીતા લેખમાં સીતાના વિરહની > વેદનાને વાચા આપવામાં આવી છે એટલે આ બે લેખ સાથે ની થા ગોઠવવામાં આવ્યા છે. વિયોગાવસ્થામાં સતી સીતાની ધર્મભાવના
પણ ઉત્તમ કોટિની સૂચિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org