________________
૧-વિરહિણી લેખ, ૨-સીતા દીવાળી પત્ર, ૩-સ્ત્રી લિખિત કાગળ.
શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબામાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતોની સૂચી.
૧- શ્રી સીમંધર સ્વામી ફરદી, ૨- પત્ર (પૂ. પદ્મવિજયજી), ૩ - નેમિ જિન લેખ, ૪ - પત્ર (વિજયાનંદસૂરિ), ૫ - પત્ર (મુનિસેનવિજય), ૬ - પત્ર (જિનચંદ્રસૂરિ).
હસ્તપ્રતો પ્રાપ્ત કરવા માટે ઘણો સમય થયો પણ પાઠ્ય સામગ્રી પ્રાપ્ત થવાથી સંશોધન કાર્ય અદમ્ય ઉત્સાહથી કરવાની વૃત્તિ પ્રબળ બની. હસ્તપ્રતની લિપિના અભ્યાસ વગર પત્રો તૈયાર થઈ શકે તેમ ન હતા. આ માટે આવી લિપિના જાણકારની સહાયથી બધા પત્રો તૈયાર કરવામાં આવ્યા છે. હસ્તપ્રતનું લખાણ તૈયાર કરવાના મૂલ્યવાન કાર્યમાં પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ, પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ, પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિ, પૂ. પં. શ્રી નંદિઘોષવિજયજી, પૂ. શ્રી વિશ્રુતયશવિજયજી, પૂ. સાધ્વીજી શ્રી વિરાગયશાશ્રીજી, પૂ. સા. શ્રી શાશ્વતયશાશ્રીજી વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો તેના પરિણામ સ્વરૂપે મધ્યકાલીન પત્રોનું પુસ્તક પ્રકાશન થઈ શક્યું છે. પૂ. સાધુ ભગવંતો અને સા. જી. મ. સા.ની શ્રુતભક્તિની સેવાથી મારું કાર્ય સરળ બન્યું અને આજે પુસ્તક પ્રગટ થયું છે. આ કાર્યમાં રૂબરૂ મુલાકાત અને પત્ર સંપર્કથી પણ ઘણી બધી માહિતી મળી છે.
મધ્યકાલીન પત્રોનું બે વિભાગમાં વિભાજન કર્યું છે. પ્રથમ વિભાગમાં પ્રગટ કૃતિઓનો સંચય અને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં પણ ગદ્ય-પદ્ય એમ વિભાજન કર્યું છે. બીજા ) વિભાગમાં અપ્રગટ હસ્તપ્રતોનો સંચય કર્યો છે. તેમાં મૂળ હસ્તપ્રત ની
ઉપરથી વાંચીને તૈયાર કરેલ લેખ-પત્ર આજની પ્રચલિત ગુજરાતી ( લિપિમાં પ્રસિદ્ધ કરેલ છે. પત્રોની ભાષા અને લેખનમાં કોઈ ફેરફાર
(૨
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org