________________
ક ૧૪:
જૈન દર્શન આ સ્થળે ધર્મ અને અધર્મ એ બે પદાર્થો પુણ્ય-પાપરૂપ સમજવાના નથી, કિન્તુ એ નામનાં બે જુદાં જ દ્રવ્યો છે. એ પદાર્થો ( દ્રવ્ય) આખા લેકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ બે પદાર્થોને ઉલેખ કઈ પણ જૈનેતર દર્શનમાં નથી, પણ જેન શામાં એ વિષેનું પ્રતિપાદન છે. જેમ આકાશને, અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાને કબૂલ રાખે છે, તેમ આ બે પદાર્થો પણ જૈન શામાં સહેતુક માનવામાં આવ્યા છે.
ધર્મ (દ્રવ્ય)
ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને તેમની ગતિમાં સહાયભૂત થનાર પદાર્થ “ધર્મ” કહેવાય છે. માછલાંને પાણીમાં વિચરવામાં મદદ કરનાર જેમ પાણું છે, તેમ જડ પદાર્થો અને જીવન ગતિ થવામાં સામાન્ય સહાયક તરીકે “ધર્મ” નામક પદાર્થ માનવામાં આવે છે. અવકાશ મેળવવામાં સહાયભૂત તરીકે આકાશને માનવામાં આવે છે, તેમ ગતિ કરવામાં સહાયભૂત તરીકે “ધર્મ” પદાર્થ માનવામાં આવે છે.
અધર્મ (દ્રવ્ય)
થાકેલા પ્રવાસીને વિશ્રામ લેવામાં વૃક્ષની છાયા જેમ નિમિત્તભૂત છે, તેમ “અધર્મ” પદાર્થને ઉપયોગ સ્થિતિ કરતા જીવે અને જડ પદાર્થોને તેમની સ્થિતિમાં સહાયક થવું એ છે. ગતિ કરવામાં સહાયક જેમ “ધર્મ” પદાર્થ માન પડે, તેમ સ્થિતિ થવામાં સહાયક તરીકે “અધર્મ” પદાર્થ માનવ પડે.
હાલવું-ચાલવું અને સ્થિત થવું એમાં સ્વતંત્ર કર્તા તે જીવ અને જડ પદાર્થો પિતે જ છે, પોતાના જ વ્યાપારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org