________________
૯ ૧૧૦ ?
જૈન દર્શન ભાવનાને ઉદ્દેશ છે. માણસ સમુચિત સંયમ રાખી સત્કર્મશીલ અને પરોપકારપરાયણ બને તે એનું શરીર “ના પાકમાં ન મનાતાં આત્મકલ્યાણના શુચિ માર્ગે દોરનારું થઈ પડે છે, અને એ જ કારણે એ એવું “ શચિ” ગણાય છે કે એ શરીરના અંગભૂત પગને કલ્યાણભિલાષી લે કે ભક્તિભાવથી સ્પર્શતા વંદે છે, ચરણસ્પર્શને પવિત્ર્યને સ્પર્શ માને છે.
(૭) આસવ. દુઃખના કે કર્મબન્ધનાં કારણે પર કે વૈષયિક ભેગેના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોને વિચાર કરે એ આસવ-ભાવના છે.
(૮) સંવર. દુઃખના કે કર્મબન્ધનાં કારણેને ન આવવા દેવા અથવા એમને રોકવા વિષે વિચાર કરે એ સંવરભાવના છે. દુર્વત્તિના દ્વારે બંધ કરવા માટે સદુવૃત્તિના ગુણેનું ચિતમ કરવું એ સંવર-ભાવના છે.
(૯) નિર્જરા વળગેલી દુખની જડને વિસ્ત કરવાને અથવા ઉપસ્થિત દુઃખને માનસિક સમાધાન સાથે સહન કરવા બાબતને કે દુ:ખાવહ વાસનાને નાશ કરવા વિષેનો વિચાર કરે તે નિર્જરાભાવના છે.
(૧૦) લોક. વિશ્વ બહુ મોટું છે, એમાં આપણે કિંમત એક અણું સરખી છે, તે પછી કઈ વાતે ઉપર આપણે અહંકાર કે ઘમંડ કરી શકીએ તેમ છીએ? આવો વિચાર જે નમ્રતાને પ્રેરે છે, તે લેક-ભાવના છે. વિશ્વની વિશાળતા અને વિચિત્રતાને વિચાર કરવાથી જે એક કૌતુહલ તથા હર્ષ ઉત્પન્ન થાય છે અને જીવનના મુદ્ર સ્વાર્થો ઉપર ઉપેક્ષા પદા થઈ પાપ કરવાની ઉત્સાહવૃત્તિ મદ પડી જાય છે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org