________________
તૃતીય ખંડ
: ૨૪૧ : જે દુરાગ્રહી નથી અને શુદ્ધ સત્યજિજ્ઞાસુ તથા યથાર્થ કલ્યાણકામી છે તેવાની પણ શ્રદ્ધા પિતાની બુદ્ધિમત્તા કે વિચારકુશલતાના અભાવે અથવા માર્ગદર્શક કે ગુરુની ગલતીના પ્રભાવે વિપરીત બની જાય છે, છતાં તે “આભિનિવેશિક મિથ્યાત્વી” નથી. કેમકે તે ઉક્તસગુણસમ્પન્ન હેઈ, તેની, ઉપરના કારણે બનેલી વિપરીત શ્રદ્ધા તેના સમ્યકત્વને સંધનારી નથી, અને યથાર્થ માર્ગદર્શક મળી જતાં તેની શ્રદ્ધા યથાર્થ બની જાય છે.
શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ આચાર્યોએ પિતાપિતાના પક્ષનું સમર્થન કરીને ઘણું કહ્યું છે, તે પણ તેમને આભિનિવેશિક મિથ્યાત્વી કહી શકાય નહિ. કેમકે તેઓએ અવિચિછન્ન પ્રાવચનિક પરંપરાના આધાર પર શાગ્રતાત્પર્યને પિતપોતાના પક્ષને અનુકૂલ સમજી પિતપોતાના પક્ષનું સમર્થન કર્યું છે, પક્ષપાતથી નહિ એનાથી ઊલટું,
જમાલિ” વગેરેએ શાસ્ત્રતાત્પર્યને સ્વપક્ષથી પ્રતિકૂલ જાણવા છતાં પોતાના પક્ષનું સમર્થન કર્યું છે, માટે તેઓ “આભિનિવેશિક” કહેવાય છે.
* આ વાત “કમ્મપડિ'ના ઉપશમનાધિકારની ૨૪મી ગાથાનું સદ અસદમા ગગાનમાળો પુનિથો ” આ ઉત્તરાર્ધ સ્પષ્ટપણે જણાવે છે.
આની ટીકામાં ઉપાધ્યાય યશવિજયજી કહે છે કે –
અભિનિવેશરહિત માણસ મિથ્યાદષ્ટિના આશ્રયથી અસભૂત અર્થનું શ્રદ્ધાન ધરાવે તો તે તેના સ્વાભાવિક પારમર્ષમાર્ગશ્રદ્ધાનને અડચણ કારક થતું નથી, અર્થાત તેના સમ્યકત્વને વાંધો આવતો નથી. પરંતુ અભિનિવેશી માણસ સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં, મિથ્યાત્વવાળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org