________________
પંચમ ખંડ
:૪૬૧ : વાની બાબત એ છે કે આ બન્ને વાદનું લક્ષ્ય શું છે? ઈશ્વરકત્વવાદી કહે છે કે જે તમે પાપ કરશે તે ઈશ્વર તમને દડ દેશે, નરકમાં મેકલશે; જે તમે પુણ્ય કરશે તે તે ખુશ થશે, તમને સુખ દેશે, સ્વર્ગમાં મેકલશે. ઇશ્વરકત્વવિરોધી જેન વગેરે કહેશે કે જે તમે પાપ કરશે તે અશુભ કર્મોને બાંધશે, ખાધેલા અપથ્ય ભેજનની જેમ એનું (અશુભ કર્મનું) દુઃખરૂપ ફળ તમને મળશે, તમારે બુરી ગતિમાં જવું પડશે, જે તમે પુણ્ય કરશે તે તમે શુભ કર્મનું ઉપાર્જન કરશે. ખાધેલા પથ્ય ભજનની જેમ એ (શુભ કર્મ) તમને સુખદાયક થશે. એક ધર્મ-સંપ્રદાય માણસને ઈશ્વરકતૃત્વવાદી બનાવી જે કામ કરાવવા ચાહે છે, તે જ કામ બીજે ધર્મ– સંપ્રદાય તેમને ઈશ્વરકત્વમતના વિરોધી બનાવી કરાવવા ઇરછે છે. આમાં જવું જોઈએ કે ધર્મમાં (ધર્મના મુદ્દામાં) ભિન્નતા આવી? ના. સારા કામનું સારું અને બુરાનું બુરું પરિણામ મળવા વિષે બધા એકમત જ છે, ત્યારે ભિન્નતા ફલના માર્ગની કેડીના વિચારણામાં આવી. આ ભિન્નતા વજૂદવાળી ન ગણાય. એ વિરોધીકારક શા માટે થવી જોઈએ ? વિરોધ ત્યાં હોઈ શકે,
જ્યાં બનેના ઉદ્દેશ્ય એકબીજાની વિરુદ્ધ હોય. પણ અહીં બનેના ઉદ્દેશ્ય એક જ છે. ઈશ્વરકતૃત્વવાદને વૈજ્ઞાનિક દષ્ટિથી અતચ્ચ માનીએ તે યે એ અધમ ( અધર્મપ્રેરક) ન કહી શકાય. બુદ્ધિ કરતાં ભાવુક્તા જેમની વધારે છે તેઓને ઈશ્વરકત ત્વવાદ અધિક પ્રિય અને ઉપયોગી લાગે છે. તેઓ એમ વિચારતા લાગે છે કે ઈશ્વરના ભરોસે બધું છોડી દેવાથી નિશ્ચિત થઈ શકાય છે. એથી કર્તુત્વને અહંકાર પેદા થતો નથી. પુણ્યપાપને વિચાર રહે છે. અધિક વિકસિત ગણતી બુદ્ધિવાળા, ઇશ્વરકર્તુત્વ તર્કસિદ્ધ ન હોવાથી માનતા નથી તેઓ એમ સમજે છે કે ઈશ્વરને કર્તા ન માનતાં સ્વાવલંબી બનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org