________________
: ૫૦૬ :
જૈન દર્શન એટલું જ નહિ, તેની બાબતને લઈ તેમના પ્રત્યેના આપણું મૈત્રીશાલી વ્યવહારમાં ફરક ન આવવું જોઈએ.
વીતરાગતા એ પ્રત્યેક માણસનું અતિમ સાધ્ય હોવું જોઈએ એ મુખ્ય મુદ્દો ચૂક્યા સિવાય જૈનધર્મ અન્યસમ્પ્રદાયની તવિષયક માન્યતા અને આચારપદ્ધતિ અથવા ક્રિયાકાંડ પ્રત્યે આદર ધરાવે છે એ નીચેના લેક ઉપરથી સ્પષ્ટ થાય છે— जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः । परमात्मगति यान्ति विभिन्नैरपि वर्मभिः ।।
[ યશોવિજયજી, પરમાત્મપચ્ચીશી ] અર્થ : જિતેન્દ્રિય, કોધાદિકષાયરહિત, શાન્તમના, શુભઆશયવાળા સજજને જુદાજુદા માર્ગથી પણ પરમાત્મદશાએ પહોંચી શકે છે.
તે પરમ આદર્શને અનુયાયી, પછી તે કઈ સંપ્રદાયવાળે હે ગમે તે નામથી ઓળખાતું હોય તે પણ તેને આત્મા જે સમભાવભાવિત હોય તે મુક્તિ પ્રાપ્ત કરે છે એમાં કશે સંદેહ નથી એ વાત નીચેને લેક રજૂ કરે છે–
सेयबरो य आसंबरो बुद्धो य अहव अन्नो वा समभावभाविअप्पा लहई मुक्खं न संदेहो ।।२।।
જયશેખરસૂરિની સઓહસત્તરિ | અર્થ : તામ્બર, દિગમ્બર, બૌદ્ધ યા અન્ય કોઈ પણ જે સમભાવભાવિત હોય તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
કેઈ પણ માણસ ગમે તે નામથી ઓળખાય એની કશી હરકત નથી, પરંતુ તે જે એમ માની બેસે કે દિગમ્બરત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org