________________
ષષ્ઠ ખંડ
૫૧૧ઃ અને અનેકાન્તદષ્ટિના ગે અહિંસા જાગ્રત્ થાય છે. આમ એ બન્નેનું પરસ્પર ઘનિષ્ઠ સગપણ છે. હિંસામાં અસત્ય, ચોરી વગેરે બધા દોષે અને બધી બુરાઈઓને સમાવેશ થઈ જાય છે હિંસા, જૂઠ, ચેરી, લુચ્ચાઈ વગેરે બધા દેશે પરિગ્રહના આવેશમાંથી જન્મે છે, એ જ સમાજમાં વિષમતા આણે છે અને વર્ગવિગ્રહ જગાડી ધાંધલ અને ધિંગાણાં મચાવરાવે છે. બધાં પાપ અને સ્વચ્છન્દતા તથા વિલાસન્માનું મૂળ એ છે. અહિંસાની સાધના પરિગ્રહના સમુચિત નિયત્રણ વગર અશક્ય હોઈ પરિગ્રહનિયમન જીવનહિતની અને સમાજ હિતની પ્રથમ ભૂમિ બને છે, માટે ગૃહસ્થવર્ગના તેમજ સમગ્ર સમાજના ભલા માટે એ મહાત્માએ પરિગ્રહ પરિમાણુ (પરિમિત પરિગ્રહ ), જેના વગર સમાજ માં કે જનતામાં મૈત્રી તથા સુખ–શાન્તિ સ્થપાઈ શકતી નથી, તેના ઉપર ખૂબ જ ભાર આપે છે અને એ રીતે લેકેનું વ્યવહારુ જીવન ઊજળું તથા સુખશાંતિવાળું બને એ દિશામાં એ સંતપુરુષને ઉપદેશપ્રચાર વ્યાપક બને છે. આજે સામ્યવાદ અને સમાજવાદનું આંદોલન જગતુ ઉપર ફરી વળ્યું છે, પણ સામ્યવાદને વિશુદ્ધ રૂપને પ્રચાર પરિગ્રહ પરિમાણ અને લેકમૈત્રીને વિશાલ નાદ ગજાવી અઢી હજાર વર્ષ ઉપર સર્વ પ્રથમ શ્રેષ્ઠ રીતે મહાવીરે કરેલ એ ઐતિહાસિક સત્ય છે.
એ તપેનિધિ મુનીશ્વરે પોતાના સમયમાં પથરાયેલી દાસ-દાસીની બુરી પ્રથાઓ હટાવવા તીવ્ર તપશ્ચર્યા કરી લેકેને સમાનતાના પાઠ ભણાવ્યા છે. ધર્મને નામે સ્વર્ગાદિના ચાર યમ (મહાવ્રતો) પૈકી પરિગ્રહવિરતિથી દ્રવ્યાદિ તેમજ પત્ની (મૈથુન) ઉભયને ત્યાગ જે ગૃહીત હતા તે દ્રવ્યાદિ તેમજ પત્ની એમ બેઉ અર્થ “પરિગ્રહ’ શબ્દના સીધી રીતના હોવાથી સીધી રીતે જ ગૃહીત હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org