Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 554
________________ ષષ્ઠ ખંડ : ૫૦૯ : જૈનધર્મની પ્રકૃતિને પરિચય કરતાં માલુમ પડી શકે છે કે તે વસ્તુતઃ વાડારૂપ સંપ્રદાય નથી, કિન્તુ એ જીવન છેજીવનવિધિ અથવા જીવનચર્યા છે. યદ્યપિ તીર્થંકર દેવે ચતુવિધ ( સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ પ્રકારના) સંઘની સ્થાપના કરી છે અને આચાર-કિયા-પદ્ધતિ પણ પ્રદર્શિત કરી છે, અને વ્યવહારમાર્ગના હેતએ, જનસમુદાયને માર્ગદર્શન મળે એ કલ્યાણરૂપ હેતુએ સંઘનું બંધારણ તથા આચારક્રિયાપ્રણાલીની રજૂઆત જનતા આગળ કરવાં પડે જ, તથાપિ એને અર્થ એ નથી જ કે જે એ સંઘમાં હોય અથવા એ પ્રકારની આચારક્રિયાપ્રણાલીને પાળતું હોય તે જ જૈન કહેવાય. જે એ સંઘમાં ન હોય અને એ આચારક્રિયાપ્રણાલી ન પાળતું હોય તે પણ (તે ચાહે તે દેશ-જાતિ–કુલ–વંશ-સંપ્રદાયન હોય) જે સત્યઅહિંસાના સન્માર્ગે ચાલતું હોય તે જૈન છે–અવશ્ય જૈન છે અને મેક્ષ પ્રાપ્ત કરી શકે છે એમ જૈનધર્મ કહે છે, તીર્થકર દેવ અને તેમનું શાસન કહે છે. આ બાબતનું નિરૂપણ આ પડીમાં થઈ ગયું છે. જીવનના બે અંશે ? વિચાર અને આચાર. એ બન્નેને સુધારવા બે ઔષધિઓ જિનેન્દ્ર ભગવાન મહાવીર દેવે જગતને આપી : અનેકાન્તદષ્ટિ અને અહિંસા. પહેલી વિચારદષ્ટિને શુદ્ધ કરી તેને સમ્યગ્દષ્ટિ બનાવે છે, અને બીજી આચારને શુદ્ધ તથા મૈત્રીપૂત બનાવે છે. શ્રી મહાવીર દેવના શાસનની ખાસ ધ્યાન ખેંચનારી વિશેષતાઓ ત્રણ છેઃ અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહ * તીર્થ કર પાર્શ્વનાથને ચાઉનામ (તુટ્યમ) ધર્મ છે, જેને ઉલ્લેખ બૌદ્ધ ત્રિપિટક ગ્રંથમાં આવે છે અને જે ઉત્તરાધ્યયન સૂત્રમાં ૨૩મા અધ્યયનની ૨૩મી ગાથામાં જણાવવામાં આવેલ છે, તેને અર્થ ચાર યામો-યમ [ અહિંસા-સત્ય-અસ્તેય-અપરિગ્રહ]. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565