Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 549
________________ : ૫૦૪: જૈન દર્શન આ શ્લેક તેમણે પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવની મૂર્તિના સામીપ્ય સ્તુતિ કરતી વખતે ઉચ્ચાર્યો હતે એવી પર પરાગત આખ્યાયિકા છે. આ સ્તુતિ કલેક કહે છે કે – ભવ-સંસારના કારણભૂત રાગ, દ્વેષ આદિ સમગ્ર દેશે જેના ક્ષય પામ્યા છે તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારે નમસ્કાર છે. મૂર્તિ એ આપણું વીતરાગતાના ઉચ્ચતમ આદર્શનું (પરમાત્માનું)-વીતરાગતાને પ્રતિભાસ પાડનારું-પ્રતીક છે. તે પ્રતીકારે આદર્શ (પરમાત્મા)ની પૂજા–ભક્તિ થઈ શકે છે. દ્રૌણાચાર્યે ભિલ્લ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવા જ્યારે ના પાડી ત્યારે તેણે (એકલવ્ય) દ્રોણાચાર્યનું પિતાને આવડ્યું એવું પ્રતીક બેઠવી તેના ઉપર ગુરુ તરીકે દ્રૌણાચાર્યને આપ કરી શ્રદ્ધાપૂર્વક ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું, અને છેવટે દ્રોણાચાર્યના પ્રિયતમ શિષ્ય અર્જુનને પણ ટપી જાય એવી ધનુર્વિદ્યા એ શીખ્યા. આ ઉદાહરણ કેટલું સૂચક છે! આદર્શને ક્યા નામથી પૂજવું એ બાબતમાં પણ પ્રસ્તુત લેક સપષ્ટ અજવાળું પાડે છે. આદર્શનું પૂજન અને ભક્તિ અમુક જ નામ ઉચારીને થઈ શકે એવું કંઈ નથી. ગમે તે નામ આપીને અને ઉચ્ચારીને આદર્શને પૂજી શકાય છે. શ્રી યશોવિજયજી મહારાજ પણ પરમાત્મ-પચ્ચીશીમાં કહે છે કે – बुद्धो जिनो हृषीकेशः शम्भूपह्मादिपूरुषः । इत्यादिनामभेदेऽपि नार्थतः स विभिद्यते ।। અર્થાત–બુદ્ધ, જિન, હૃષીકેશ, શમ્મુ, બ્રહ્મા, આદિપુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565