________________
ષષ્ઠ ખંડ
: ૫૦૩:
મતલબ કે જગતમાં જીવે મેહાધીન થઈ રાગ-દ્વેષ કરે છે એ બધે અવિદ્યાને વિલાસ છે એમ બતાવીને એ દેને રોકવા માટે, શત્રુ-મિત્રને એક દષ્ટિથી જોવા માટે એ પ્રકારે સમભાવની સિદ્ધિ માટે “મામૈવેદ્દે સર્વ,” “સર્વ ત્રિવટું બ્રહ્મ” [ બધું આત્મા જ છે. બધું બ્રહ્મ જ છે. ] ઈત્યાદિ અદ્વૈત ઉપદેશ છે. અદ્વૈત શાસ્ત્રને ઉપદેશ સંસારપ્રપંચને અસાર માની સર્વને આત્મદષ્ટિથી જોવાનું ફરમાવે છે. [ આ વાદનું તાત્પર્ય ૪૬૩ માં પેજમાં જુઓ.]
આવી રીતે અન્યાન્ય દર્શનના સિદ્ધાન્તની તટસ્થ દષ્ટિએ પરિક્ષા કરવાની સાથે શુદ્ધ દષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે એ ચિત્તશુદ્ધિ અને નિસર્ગવત્સલ પ્રકૃતિનું પ્રશંસનીય નિદર્શન છે. અન્ય દર્શનેના ધુરન્ધને “મહર્ષિ',
મહામુનિ,” “જ્ઞાની,” “મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રંથોમાં ઉલ્લેખવા, અને દૂષિત સિદ્ધાંતવાળાઓના મતેનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દોથી વ્યવહાર ન કરો અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે પ્રસન્ન શૈલીથી સામાને પ્રબુદ્ધ કરવાની પિતાની માયાળુ લાગણી વહેતી રાખવી એ જૈન મહર્ષિઓનું મહદ્દ ઔદાર્ય છે. ધાર્મિક કે દાર્શનિક વાદયુદ્ધ ચલાવતાં વિરુદ્ધદર્શનવાળાઓ તરફ પિતાને આત્મીયભાવ (સમભાવ) સ્વસ્થ હે એ કેટલું સાત્વિક હૃદય ! વળી જુઓ ઉદારતાના મનહર ઉદ્દગાર– શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યને भवबीजाङ्करजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org