________________
પંચમ ખંડ
૪૪૮૯ મિષ્ટાન્ન જમતા બે માણસે પૈકી એક વિષયાસક્તિથી જમે છે અને બીજે જીવન સાધનના ઉદાત્ત હેતુએ અનાસક્તપણે જમે છે. આ બે માણસની ભેજનપ્રવૃત્તિ એકસરખી છતાં પહેલે અવિવેકી હોઈ મેહરાગના વશે કર્મબન્ધને પોષે છે,
જ્યારે બીજો વિવેકશાલી હેઈ અનાસક્તિના ઓજસૂબળે (જમતાં જમતાં પણ) પિતાના અન્તર્ જીવનને ઊર્ધ્વગામી રાખે છે. એ જ પ્રમાણે, બે માણસો પવિત્ર તીર્થભૂમિ પર વિહરે છે, તેમાં એક સાવધાનીથી (ઉપગ યતનાથી) તેમજ સવિચારમાં વિહરત ચાલે છે, જ્યારે બીજે ઉપગ-ચતના વગર પ્રમત્તપણે અને મેહમાયાના વિચારોમાં ધૂમ ચાલે છે. આ પ્રમાણે તીર્થયાત્રા એકને કર્મબન્ધક થાય છે અને બીજાને શ્રેયસ્કર. દેવાલયમાં દેવદર્શન કરનારા બધાના મનેભાવ સરખા નથી હોતા, એટલે જે પવિત્ર ભાવનાવાળા હોય છે તેઓ શ્રેય ઉપાજે છે અને મેહ-માયાના વિચાર સેવનારા અથવા બુરી વૃત્તિવાળા નવાં અશુભ કર્મો બાંધે છે. આમ, દેવદર્શન એકને શ્રેયસ્કર અને બીજાને પાપબન્ધક બને છે.
આમ, ઉપર્યુક્ત “આચાર” સૂત્રનું વચન સમજી શકાય છે.
બીજી રીતે જોતાં, જ્ઞાની વિવેકી મનુષ્ય સામાન્ય નિયમ તરીકે જણાવેલી વાતને હરેક પ્રસંગે વિચાર વિના વળગી રહેતું નથી, પણ જે તે પ્રસંગે દેશકાળાદિ પરિસ્થિતિને વિચાર કરી પિતાને માટે શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે તે ઠરાવી તેને અનુસરીને પિતાનું વર્તન ચલાવે છે. ત્યારે અજ્ઞાની અવિવેકી જે તે વખતના સંજોગેને વિચારમાં લીધા વિના, સામાન્ય નિયમ તરીકે જે વાતને કર્તવ્ય અથવા અકર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તેને આંખ મીંચીને વળગી રહે છે અને પરિણામે ધર્મ આચરવાની બુદ્ધિ છતાં ધર્મને બદલે અધર્મનું આચરી બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org