Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 538
________________ પંચમ ખંડ : ૪૯૩ : શકે છે. એ બને મળીને જ મૂળ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. દાખલા તરીકે, ભેજનપાન જીવનની રક્ષા અને પુષ્ટિ માટે જ છે; પણ એ પણ જોવામાં આવે છે કે ક્યારેક ક્યારેક તે ભેજનપાનને ત્યાગ જ જીવનને બચાવી લે છે. આમ, ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ જીવનવ્યવહાર જ્યારે એકલક્ષ્યગામી હોય ત્યારે એ ઉત્સર્ગ–અપવાદની કેટીમાં આવે છે. ઉત્સર્ગને આત્મા કહીએ તે અપવાદને દેહ કહે જોઈએ. બનેને સમ્મિલિત ઉદ્દેશ સંવાદી જીવન જીવવું એ છે. ઉત્સર્ગ અને અપવાદ એ બને માર્ગનું લક્ષ્ય એક જ હોય છે. જે કાર્યને માટે ઉત્સર્ગને નિર્દેશ કરવામાં આવે છે તે જ કાર્ય માટે અપવાદને નિર્દેશ કરવામાં આવે છે. અર્થાત જે બાબત(ત)ને ઉદ્દેશીને ઉત્સર્ગ પ્રવર્તે છે, અપવાદ પણ તે જ બાબત(હ)ને ઉદ્દેશીને પ્રવર્તે છે. દાખલા તરીકે જેમ મુનિને વિશુદ્ધ આહાર ગ્રહણ કરવાનું ઉત્સર્ગવિધાન સંયમના પરિપાલન માટે છે, તેમ અન્યવિધ પ્રસંગ પર (માંદગી આદિના વખતે બીજે રસ્તે ન હોઈ) અનેષણીય (મુનિને માટે બનાવેલ હોવા જેવા કારણે ન ખપે એ) આહાર ગ્રહણ કરવાનું અપવાદવિધાન પણ સંયમના પરિપાલન માટે જ છે. આમ એ બનેઉત્સર્ગ તથા અપવાદને હેતુ એક જ છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૮૭મા લેકની વૃત્તિમાં લખે છે કે "कम्बलस्य च वर्षासु बहिनिगंतानां तात्कालिकवृष्टावकायः रक्षणमुपयोगः । बाल-वृद्ध-ग्लननिमित्त वर्षत्यपि जलधरे भिक्षायै निःसरता कम्बलावृतदेहानां न तथाविधाप्कायविराधना । उच्चार प्रस्त्रावणादिपीडितानां कम्बलावृतदेहानां गच्छतामपि न तथाविधा વિરાધના.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565