Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 531
________________ = ૪૮૬ : જૈન દર્શન ભરદરિયામાં રાત્રિના અન્ધકારમાં મુસાફરી કરનાર વહાણને દીવાદાંડીના પ્રકાશની મદદથી સુકાની ખરાબા સાથે અથડાતું બચાવી લઈ નિર્ભય માગે હંકારી જાય છે, તે જ પ્રમાણે નિશ્ચયદષ્ટિ, મેહાન્ધકારને દૂધ કરી વિવેકજ્ઞાનને પ્રકાશ પાથરી પિતાના સમ્બન્ધના અથવા અન્ય સાથેના ઉચિત વ્યવહારને અંગે કરાતા કઈ પણ વર્તનને અશુદ્ધતામાં–મલિનતામાં સરકી જતું અટકાવી શુદ્ધ માગે વહાવી મોક્ષમાર્ગને સીધે, સરળ અને કાંટાઝાંખરા વગરને બનાવે છે. સંસારી અવસ્થામાં સ્વપરહિત (ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત)ના અંગે કરતાં વ્યવહાર–આચરણમાંથી છૂટી શકાતું નથી. તે કર્તવ્યરૂપે ઉપસ્થિત હેઈ બજાવવાનાં હોય છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર છે. કિન્તુ તે નિર્દોષ–પવિત્ર અને શુદ્ધપ્રેમયુક્ત હેતાં મોક્ષપ્રાપ્તિમાં બાધક થતા નથી. આ પવિત્ર આત્મદષ્ટિરૂપ નિશ્ચયદષ્ટિ જેના મનમન્દિરમાં પ્રકાશતી હોય તેના બાહ્ય જીવન પર તેના વર્તનવ્યવહાર પર એ દષ્ટિનું અજવાળું કેવું ચમકી રહે એ કલ્પી શકાય છે. એ સજજન પોતાની પત્નિ અથવા પિતાને પતિ, પિતાનો નકર-ચાકર કે પેતાને શેઠ, પોતાના ઘરાક યા પોતાના સગાસંબંધી, અથવા પિતાના સંપર્કમાં આવનાર કોઈ પણ માણસ સાથે નીતિ અને વાત્સલ્યથી સુવાસિત વ્યવહાર રાખશે. અહીં આપણે ખ્યાલ કરી લઈએ કે આ ઉમદા વ્યવહાર, ચિત્તની ઉગ્રતા અને ઉદાત્તતા કેટલી સધાઈ હોય ત્યારે મૂર્તિમત્ત બની શકે. આ સાચી કલ્યાણયાત્રા છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેનો સમુચિત-સુસંગત રીતે અમલ કરવાને જ્ઞાની મહાત્માઓનો ઉપદેશ એમ ફરમાવે છે કે માણસે પોતાનું અન્તરંગ તથા બાહ્ય (બને) જીવન ઊંચું અને શુદ્ધ રાખવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565