Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 525
________________ ૪૮૦ : જૈન દર્શન શકે છે. આત્મબળના ઉત્કર્ષથી કર્મને વિપાકેદયથી ભેળવ્યા વગર નષ્ટ કરી શકાય છે. કર્મથી મળેલ શરીર, ઇન્દ્રિયે વગેરેને જે ગ્ય રીત કેળવવામાં ન આવે તે તેમનો વિકાસ થઈ શકતે નથી, માટે કર્મથી મળેલ વસ્તુઓના વિકાસને લાભ ઉદ્યમને આભારી છે. જે સારી કેળવણી મેળવી પોતાનાં શરીર, ઈન્દ્રિ, મન, બુદ્ધિ, હદયને યેગ્ય વિકાસ સાધે છે તે પિતાના તે પ્રકાર પ્રશસ્ત ઉદ્યમ અને પ્રયત્નથી પોતાના જીવનનું હિત સાધવા સાથે પિતાને સુખસમ્પન્ન બનાવે છે. જેમ કેવળ ભાગ્ય ઉપર આધાર રાખનાર માણસ પુરુષાર્થના અભાવે પિતાના જીવનને વિકાસ કરી શકતું નથી અને અકર્મણ્યતાના પરિણામે નિ સત્વ બની પિતાની જે, કર્મને વિપાકરૂપે ભોગવીને થાય છે તેમાં તે તે કર્મના ક્ષપણ સાથે અન્યાન્ય કર્મોને બન્ધ પણ થવા પામે છે, માટે એ ક્ષય (નિર્જરા ) લાંબી મજલે પહોંચાડી શકે તેમ નથી; કિન્તુ પવિત્ર ચારિત્ર-તપના સાધનથી કર્મોને બલાત ઉદયમાં લાવીને એમનાં વિપાકફળ સ્પર્યા વગર જ એમને ખેરવી નાખવાં એ શ્રેયારૂપ નિર્જરા જ કેવલ્યસાધક બને છે. આત્મસાધનાનું બળ જેટલું ઉન્નત હોય છે, તેટલા વિશાળ પ્રમાણમાં કર્મોના નિર્જર (ક્ષય) થાય છે. આમ કર્મોનું ખેરવાનું વિપાકેદયથી થાય છે અને સાધનપ્રયત્નથી પણ. સાધનપ્રયત્નથી થતી નિર્જરામાં કેવલ નીરસ કર્મલિકનું વેદન હોય છે, જે “પ્રદેશદય’ કહેવાય છે. સંક્રમણ” નામની ક્રિયા અગાઉ બતાવી છે, તે વડે અનુદિત કર્મોને ઉદયવતી કર્મપ્રકૃતિઓમાં સંક્રમાવીને -ભેળવીને તે ઉદયવતી કર્મપ્રકૃતિઓના ફલવિપાકરૂપે ભેગવવામાં આવે છે. મુક્તિગામી આત્મા પિતાના આયુષ્યના અંતિમ ક્ષણે, આમ, સંક્રમણથી પણ કર્મોને વેદી ખેરવી દઈ વિદેહ મુક્તિને પામે છે. આમ, કર્મવિદારણમાં સંક્રમણવિધિ પણ એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565