________________
જૈન દર્શન
: ૩૩૨ :
જીવન શેતાનને પ્રવેશવા માટેનાં દ્વાર ખુલ્લાં કરી દે છે અને “ નવરા બેઠા નખ્ખોદ વાળે” એવી પરિસ્થિતિ પેદા કરે છે. માણુસ માત્ર કઈ ને કઈ પ્રવૃત્તિ કરતા જ હાય છે. કમ કર્યાં સિવાય તેનાથી રહી શકાતું નથી. કયારેક બાહ્ય દેખાવમાં તે નિષ્ક્રિય જેવા દેખાય, તે પણ તેનું મન તે કામ કરતુ જ હાય છે. ચાંચલ મનનો એ સ્વભાવ જ છે. એટલે કમ માત્રથી છૂટવાને માહ્ય દેખાવ માત્ર ઈંભ અની જાય છે.
અશુભ પ્રવૃત્તિ તેા છેડી જ દેવાની છે; પણ તે કયારે અને જ્યારે મનને શુભ પ્રવૃત્તિએમાં રાકવામાં આવે ત્યારે. જેમ પગમાં વાગેલા કાંટા કાઢવામાં સાયના ઉપયાગ કરીએ છીએ તેમ અશુભ પ્રવૃત્તિએથી છૂટવા માટે શુભ પ્રવૃત્તિએને આશ્રય લેવાની જરૂર પડે છે. કાંટો કાઢ્યા પછી કાંટાને ફેંકી દઇએ છીએ, પણ સાયને ભવિષ્યના ઉપયાગ માટે સાચવી રાખીએ છીએ, તે પ્રમાણે જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યેનુ વલણુ તદ્ન નાબૂદ ન થયું હેાય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિએ ત્યાજ્ય બનતી નથી.
શુભ પ્રવૃત્તિના અન્ધનથી છૂટવા માટે તે પ્રવૃત્તિને ત્યાગ કરવાની જરૂર નથી, પણ તે પ્રવૃત્તિના કર્તાએ તે પ્રવૃત્તિ કરવાના આશયને શુભમાંથી શુદ્ધ રૂપમાં ફેરવવાની જરૂર છે, જો કે એ પ્રમાણેનુ કાર્ય ઘણું મુશ્કેલ છે, પણ મુક્તિ જેવી મુશ્કેલ વસ્તુ મેળવવા માટે એના માગ પણ મુશ્કેલ જ હાય.
પ્રસ્તુતમાં કહેવાની મતલબ એ છે કે પ્રવૃત્તિ ઊંડી છૂટતી નથી. જ્યારે તેની જરૂર નથી રહેતી ત્યારે તે આપે આપ સ્વાભાવિકપણે છૂટી જાય છે. પણ જ્યાં સુધી જીવનની દશા સ્વભાવત: પ્રવૃત્તિગામી છે ત્યાં સુધી માણસે અસત્ પ્રવૃત્તિને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org