________________
ચતુર્થ ખંડ
: ૩૩૭ : હવે, કયું કર્મ કેવાં કામ કરવાથી બંધાય છે તે જોઈએ.
જ્ઞાનવાન વ્યક્તિને અનાદર, તેના તરફ પ્રતિકૂલ આચરણ, દ્વેષભાવ, કૃતઘ્ર વર્તાવ, જ્ઞાનનાં પુસ્તકાદિ સાધને તરફ બેદરકારીઅવજ્ઞા, વિદ્યાભ્યાસીના વિદ્યાભ્યાસમાં વિઘ નાખવું, જ્ઞાન કે જ્ઞાનનાં સાધન પોતાની પાસે હોવા છતાં ચિત્તના કલુષિતપણને લીધે બીજાને આપવાને ઈન્કાર કરે–ખેટાં બહાના બતાવી ના પાડવી–આવાં આવાં વર્તનથી અને આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશથી જ્ઞાનાવરણ બંધાય છે.
અને દર્શન, દર્શનવાન કે દર્શનનાં સાધન સાથેનાં આવાં વર્તનથી દર્શનાવરણીય કર્મ બંધાય છે.
અનુકમ્પા, સેવા, ક્ષમા, દયા, દાન, સંયમથી સાતવેદનીય કર્મ બંધાય છે. બાલતપથી પણ તેના પ્રમાણમાં બંધાય છે.
અને બીજાને વધ કરવાથી અથવા બીજાને શેક–સન્તાપદુઃખ આપવાથી અસાતવેદનીય કર્મ બંધાય છે, પિતે પણ શેક–સત્તાપ-દુખગ્રસ્ત રહેવાથી કે દુર્ગાનદૂષિત આત્મઘાત કરવાથી આ કર્મ બંધાય છે.
અસત્ માર્ગને ઉપદેશ, સત્ માર્ગને અપલાપ અને સન્તસાધુ-સજજને તથા કલ્યાણસાધનના સાધનમા તરફ પ્રતિકૂલ વર્તાવ કરવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે.
કષાયદયજનિત તીવ્ર અશુભ પરિણામથી ચારિત્રમેહનીય કર્મ બંધાય છે.
મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, રૌદ્રપરિણામથી નારક આયુષ્ય બંધાય છે.
માયાવિતાના દેશે તિર્યચઆયુષ્ય બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org