________________
* ૨૭૪ :
જૈન દર્શન ફેડી નાખે, અથવા તમારી પત્ની ઉપર બલાત્કાર કરે તે સાચું કહા સાલપુર, એ કુકૃત્યેની જવાબદારી એ માણસ પર નાખશે કે એ માણસ પર નહિ નાખતાં નિયતિ પર નાખશે અને નિયતિ પર નાખી શાન્ત રહેશે ? સદાલપુતે કહ્યું : એ વખતે હું શાન્ત નહિ રહી શકીશ ભગવન ! એ માણસને બરાબર પીટી નાખીશ. મહાવીરે કહ્યું : એનો અર્થ તે એ થયે કે તમે એ માણસને એનાં કાર્યોને જવાબદાર માને છે. પણ જ્યારે દરેક કાર્ય નિયતિબદ્ધ છે તે પછી એ માણસને એનાં કાર્યોને જવાબદાર શા માટે માનવે જોઈએ ? શું નિયતિવાદનો એ અર્થ છે કે માણસ પિતાનાં પાપોને નિયતિવાદના નામ નીચે ઢાંકી દે અને બીજાનાં પાપને બદલે દેવા માટે નિયતિવાદને આઘે ખસેડે? સદાલપુર, નિયતિવાદના આધારે પ્રગતિ થઈ શકવાની? જગની વ્યવસ્થા બની શકવાની ?
શ્રી મહાવીરની આ સમજાવટથી ભદ્રાત્મા સાલપુત્તની નજર ખુલી. તે બેઃ હું સમજી ગયો પ્રભુ, કે નિયતિવાદ એક પ્રકારે જડતાને રાહ છે, દંભ છે, પોતાના પાપમય અને પતનમય જીવનના ઉત્તરદાયિત્વથી બચવા માટે એક એટ છે. એ બહુ મોટી આત્મવંચના અને પરવંચના છે પ્રભુ પ્રભુએ કહ્યું : આત્મવંચનાથી પિતાની આંખમાં ધૂળ નાખી શકાય છે સાલપુર, અને પરવચનાથી બીજાઓની આંખમાં ધૂળ નાખી શકાય છે, પણ જગની કાર્યકારણુવ્યવસ્થાની દ્રષ્ટિમાં ધૂળ નાખી શકાતી નથી.
નિયતિવાદને પણ સ્થાન છે જ. વિરોધ ફક્ત એ એકને જ “સર્વેસર્વા” માની બીજા કારણેને ઉડાડી દેવા સામે છે. કોઈ પણ કાર્ય ઘટનામાં કાળ, સવભાવ, ઉદ્યમ, પૂર્વકર્મ, નિયતિ એ બધાંય પિપિતાની એગ્યતા અનુસાર ગાણ-મુખવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org