________________
:૩૦૬ :
જૈન દર્શન વિવેક દષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણકામનાવાળા હોય તે તેઓ સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવતા છતાં વસ્તુતઃ એક જ કલ્યાણમાગ પર વિહરનારા હોય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજજને ખરેખર એક જ માર્ગના સહપ્રવાસી છે. “વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.
એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં બતાવેલા નૈતિક સદ્દગુણે જેમ વૈષ્ણવ થવા માટે છે, તેમ જેન કે બૌદ્ધ થવા માટે પણ છે. એ સદ્ગુણેને ધારણ કરવા એ જ જે વૈષ્ણવ થવાપણું યા બૌદ્ધ કે જેન થવાપણું હોય તે વૈષ્ણવપણું, જૈન પણું અને બૌદ્ધપણું એ જુદી વસ્તુઓ રહેતી નથી, એ એક જ વસ્તુ બની જાય છે. કેમકે જેમ જલ, પાણી, વારિ, વેટર, નીર વગેરે શબ્દોને એક જ અર્થ છે, એથી જલ, પાણી, વારિ, વેટર, નીર એ એક જ છે, તેમ વૈષ્ણવપણું, જૈનપણું, બૌદ્ધ પણું એ બધાને અર્થ એક જ છે-અને તે તે ગુણેને ધારણ કરવા તે.-એથી જૈન,* બૌદ્ધ, વૈષ્ણવ એક જ છે. [વૈષ્ણવ, બૌદ્ધ, જૈનની જેમ અન્ય સમ્પ્રદાયાનુયાયી ધાર્મિક પણ લેવા. ]
જગતમાં દાર્શનિક [Philosophical or logical ] મંતવ્ય હમેશાં જુદાં જુદાં જ રહેવાનાં, તેમ જ ક્રિયાકાંડની પ્રણાલીઓ પણ પૃથક્ પૃથક્ જ રહેવાની. - બૌદ્ધિક ક્ષયે પશમની ભિન્ન-ભિન્નતાને લીધે દાર્શનિક વિચારધારાએ વિદ્વાનેની એકબીજાથી જુદી પડે છે દાર્શનિક
* આ શબ્દોને શબ્દાર્થ પણ એક જ તાત્પર્ય -(ઈન્દ્રિયોને) જીતવાનો અભ્યાસ કરનાર તે જૈન, સદ્દબુદ્ધિના માર્ગે વિહરનાર તે બૌદ્ધ. આત્મમૈત્રીથી વિશ્વના સમગ્ર પ્રાણીઓને વ્યાપે તે વૈષ્ણવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org