________________
: ૨૪ર :
જૈન દર્શન (૪) સાંશયિક મિથ્યાત્વ એટલે દેવ આદિ કલ્યાણભૂત તમાં સંદેહશીલ બનવું તે.
સૂમ વિષયમાં ઉચ્ચકોટીના સાધુઓને પણ સંશય પદા થાય છે, પણ તે મિથ્યાત્વરૂપ નથી. કેમકે આખરે મહાન જ્ઞાની સપુરુષ પ્રમાણ હેઈ, એવા સૂક્ષ્મ વિષયના પ્રશ્નો તેમના પર છેડી દેવાથી આધ્યાત્મિક નિરાંતમાં કશી ખલેલ પડતી નથી.
(૫) અનાગ મિથ્યાત્વ એટલે વિચાર અને વિશેષ જ્ઞાનને અભાવ, અર્થાત્ મેહથી પ્રગાઢતમ અવસ્થા. આ એકેન્દ્રિયાદિ ક્ષુદ્રતમ જતુઓમાં તથા વિમૂઢ માં હોય છે.
આવા પ્રકારનું મિથ્યાત્વ નિરસ્ત થતાં પ્રાપ્ત થતું સમ્યકત્વ ઔપરામિક, ક્ષાપશમિક યા ક્ષાયિક હેય છે, જેમના સ્વરૂપ જેવાઈ ગયાં છે. એ ત્રણમાં ઔપશમિક સમ્યકત્વ અમુહૂર્ત. પ્રમાણુ જ હોય છે. ભવ્યાત્માને મુક્તિની પ્રાપ્તિ સુધીમાં વધુમાં વધુ પાંચ વાર ઉપશમ-સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પહેલવહેલું અનાદિમિથ્યાષ્ટિને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વના ઉપશમનથી તે પ્રાપ્ત થાય છે, અને પછી ઉપશમશ્રેણીભવાન્ત સુધીમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થતી હોવાથી તે સમયે ચાર વાર ઉપશમ–સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. શું આ ઉપશામશ્રેણી તે અનંતાનુબંધી ચાર કષાયે અને ત્રિવિધ દર્શન મેહનીય એ સાતના ઉપશમનની ક્રિયા.].
ક્ષાપશમિક સમ્યકત્વ જીવને અસંખ્ય વાર પ્રાપ્ત થઈ શકે છે. તેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત-અધિક છાસઠ સાગરોપમ કાળની છે.
ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જતું નથી. સંસારવાસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org