________________
: ૨૧૨ :
જૈન દર્શન
કરવાની ભૂલ કરે છે, માટે જ દુઃખી થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવી મનુષ્યને એને કર્તવ્ય-પથ બતાવી દીધે છે, જેના ઉપર ચાલવાથી એનું કલ્યાણ સધાય છે. લેભવૃત્તિ ઓછી કરી ઉપાધિ કમ કરી સમુચિત સંયમના રસ્તે જીવનને સુખશાન્તિવાળું બનાવવું એ જ વતેને ઉદ્દેશ છે. મનુષ્ય સમાજ પરસ્પર હળીમળી સુખશાન્તિથી રહે અને જીવન વિકાસ તરફ ગતિમાન થાય એ જ ધર્મમાર્ગનું પ્રયોજન છે. અને સત્ય, અહિંસા, સંયમ, સન્તષ, મૈત્રી, સેવા એ સદ્ગુણેની સાધના એ જ ધર્મમાગે છે–મનુષ્યમાત્રને.
એમ કહી શકાય કે જે વખતે જે ગ્રાહ્ય વસ્તુ આપણને મળે તેને પ્રસન્નતાથી ઉપભેગ કરી સન્તોષ માનવે એમાં હરકત નથી. પરંતુ તે વસ્તુ પ્રિય થઈ પડવાથી તે વસ્તુ વારંવાર મળે એવી ઈચ્છા થવી અને તેના વિયેગમાં તેની અપ્રાપ્તિદશામાં-ચિત્તની બેચેની અથવા અસ્વસ્થતા અનુભવવી એ આસક્તિ અથવા તૃષ્ણા છે, જેના પરિણામે જીવન અસ્વસ્થ બને છે. આ આસક્તિને વશ ન થવાનું જે ધંય તે અનાસક્તિમાર્ગ. સામાન્ય રીતે માણસ પોતાના આરોગ્યને અને પિતાની ચિત્તશુદ્ધિને ઈજા ન પહોંચે તેમ સ્વાદેન્દ્રિયને વશ થયા વગર ન્યાયસમ્પન્ન એગ્ય રસાસ્વાદ કરી શકે છે, નિર્દોષ અને ન્યાઓ ભૌતિક આનન્દ લઈ શકે છે. આ રીતને દષ્ટિમાન સજજન સ્વાદેન્દ્રિયને દાસ થશે નહિ અને જીવન વિકાસના પોતાના માધ્યમ માર્ગમાં સુંવાળી પ્રગતિ સરલતાથી કરતે જશે.
(૧૫) આત્માનું શાસ્ત્રીય સ્વરૂપ વિવેચન
જીવનું લક્ષણ ચેતના છે. ચેતના એટલે જ્ઞાનશક્તિ. આવી શક્તિ જીવ સિવાય બીજા કોઈ રૂપી કે અરૂપી દ્રવ્યમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org