________________
તૃતીય ખંડ
૪ ૨૨૩ ૪
થનારાં રૂ૫ વગેરે વિષયેના જ્ઞાન પણ આવી જાય છે. છતાં નેત્રાદિ-ઈન્દ્રિય-જન્ય રૂપાદિવિષયક જ્ઞાન લેકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણતાં હોઈ શાસ્ત્રને એમને પ્રત્યક્ષ માનવો પડે છે. પારમાર્થિક દૃષ્ટિએ એ જ્ઞાન “પક્ષ” હોવા છતાં વ્યવહારના હિસાબે પ્રત્યક્ષ માનવાં પડતાં હોવાથી એમને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે.
શાસાધારે પારમાર્થિક (વાસ્તવિક) પ્રત્યક્ષ ત્રણ છે અવધિ, મન:પર્યાય અને કેવલ. એ ત્રણે ઇન્દ્રિય અને મન કશાની અપેક્ષા વિના કેવળ આત્મશક્તિથી પ્રગટ થનારાં છે. અતઃ અતીન્દ્રિયજ્ઞાન છે.
અવધિને વિષય રૂપી (મૂર્ત) દ્રવ્ય છે. અર્થાત્ અવધિ જ્ઞાન રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરે છે.
અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે છે. એવું ઉચકેટીનું પણ અવધિજ્ઞાન હોય છે, જે મને દ્રવ્યને ગ્રહણ કરી શકે છે, કાર્મિક દ્રવ્યોને પણ ગ્રહણ કરી શકે છે.
મનઃ પર્યાયજ્ઞાન પણ રૂપી દ્રવ્યને જ ગ્રહણ કરનારું જ્ઞાન છે, પણ રૂપી દ્રવ્ય બીજા કેઈ નહિ પણ ફક્ત મનેદ્રવ્ય (મનરૂપે પરિણમેલાં પુદ્ગલ) જ, મતલબ કે મન:પર્યાયજ્ઞાન મનુષ્યલેકવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં મને દ્રવ્યને ગ્રહણ કરે છે. આ કારણથી મનઃ પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયને અનન્તમ ભાગ કહ્યો છે. | મન ૫ર્યાયજ્ઞાનથી, બીજાના મનમાં ચિંતવાતી વસ્તુનું જ્ઞાન નથી થતું, પણ વિચાર કરવાના સમયે મનની (મને દ્રવ્યની) જે આકૃતિઓ બને છે તે આકૃતિઓને જ સાક્ષાત્કાર થાય છે. ચિજ્યમાન (ચિંતવાતી) વસ્તુનું જ્ઞાન પછીથી અનુમાનથી થાય છે. જેમ આપણે પુસ્તક વગેરેમાં અંકિત લિપિને પ્રત્યક્ષ જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org